ગાંધીનગર-

ગાંધીનગરના સાંતેજ પાસે આવેલા રણછોડપુરામાં સંદિપ ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી છે. પોલીસે દારૂની પાર્ટી પર દરોડા પાડતા આ પાર્ટીમાંથી 20 નબીરા ઝડપાઈ આવ્યા છે. દિવાળી પહેલાં કોઈ મિત્રની જન્મદિવસની ઊજવણી કરવા આવેલા આ યુવકો હાઇફાઇ દારૂની બ્રાન્ડ અને અન્ય મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. પોલીસ ઝડપેલા નબીરામાં અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખના દીકરાનું નામ હોવાનું પણ ખુલ્યું છે.

પોલીસે આ મામલે તમામ આરોપીઓને ઝડપી અને 89 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ મામલે ગાંધીનગર ડીઆવયએસપી સોલંકીએ જણાવ્યું કે જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા માટે ઝૂંબેશ ઉપાડવામાં આવેલ છે. ગઈકાલે રાત્રે સાંતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે રણછોડપુરાના સંદિપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઈ રહી છે. જે અન્યવયે સ્ટાફે પંચો સાથે જઈને કુલ 20 ઇસમોને ઝડપી તેમની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મુદ્દામાલ ઝડપી અને દારૂ ક્યાંથી લાવ્યા અને અન્ય કોણ ઇસમ શામેલ છે વગેરેની કાર્યવાહી હાથધરી વધુ તપાસ હાથ ધરેલી છે.પાર્ટીમાં ઝડપાયેલા યુવાનોમાં અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલનો પુત્ર પણ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તમામ યુવાનો હાઇફાઇ વાહનો અને બ્રાન્ડના દારૂ પીધેલા હતા. ઝડપાયેલા યુવકો મોટા ઘરના દીકરા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી બ્રાન્ડનો જુદી જુદી કંપનીનો દારૂ પણ આ પાર્ટીમાં વપરાયો હોવાનું સામે આવ્યું છે.પોલીસે જ્યારે રેડ કરી ત્યારે યુવકો દારૂ પીધેલી હાલતમાં હતા સાથે જ ફાર્મ હાઉસમાં શાજ શણગાર કરવામાં આવ્યો હતો. કલોલ ડિવિઝન DySP વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને ફાર્મહાઉસ કોનું છે વગેરે અંગે રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.ઝડપાયેલા યુવકો ભદ્ર સમાજના હોવાના કારણે તમામ ધનિક માતાપિતા માટે ચિંતાનો વિષય છે. તમારા સંતાનો ક્યા જાય છે શું કરે છે અથવા તો તમારી જાણ બહાર કઈ પ્રવૃતિ કરે છે તેના પર નજર ન રાખવાથી કાયદામાં સંઘર્ષ સુધી પહોંચી જાય છે.અંતે માતાપિતા અને પરિવારે સમાજમાં નીચું જોવાનો વારો આવે છે.