ગાંધીનગર-

રાજ્યના પાટનગરમાં આવેલ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને કાલ તા.1લીથી 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.   મળતી માહિતી મુજબ કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલા લોકડાઉન બાદ અક્ષરધામ મંદિરને આઠેક મહિના બાદ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ. 

જો કે તે સમયે અક્ષરધામમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર મંદિરમાં દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પણ દીવાઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે બીએસપીએસ સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7:30 વાગ્યા પછી મંદિર બંધ કરી દેવામાં આવશે, જ્યારે વોટર શોને મુલાકાતીઓ નિહાળી શકશે.