ઉત્તરપ્રદેશ-

કાનપુર અથડામણનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ દુબેને લઈ STF ઉજ્જૈન (મધ્યપ્રદેશ )થી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. 8 પોલીસકર્મીઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેને લઇ કાનપુર લઇ જઇ રહેલ STFના કાફલાની ગાડીને અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી માર્યા બાદ વિકાસ દુબેએ STFના એક અધિકારીની પિસ્ટોલ છીનવીને ભાગવાની કોશિષ કરી હતી. આમ, પોલીસ અને દુબે વચ્ચે અથડામણ થયું અને તેમાં વિકાસ દુબે માર્યો ગયો.

કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાનો મુખ્ય આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને STF ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન STFના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી મારી હતી. એકસ્માત થતાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ યૂપી STF પર ગોળીબાર કર્યો હતો અને એન્કાઉન્ટરમાં વિકાસ દુબે માર્યો ગયો.