વડોદરા : કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે મંજુરી વિના યોજાયેલા શ્રી નવશક્તિ ગરબા પોલીસે ગત રાત્રે બંધ કરાવી દઈ ગરબા આયોજકની અટકાયત કરતા હોબાળો મચ્યો હતો. જાેકે ત્યારબાદ પોલીસે ગરબા જાેવા માટે ટોળા ભેગા ના થાય તે માટે મેદાનને કોર્ડન કરવાની સુચના સાથે ગરબા માટે સત્તાવાર મંજુરી આપતા મામલો થાળે પડ્યો હતો.

કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે માં નવશક્તિ ગરબાનં આયોજક આયોજક કમલેશ પરમારે કારેલીબાગ પોલીસ પાસે ગરબાની મંજુરી માંગી હતી. જાેકે આ સ્થળે ભારે ભીડ ભેગી થાય તો કોરોનાગાઈડ લાઈનનું પાલન નહી થાય તેવી શક્યતાને જાેતા પોલીસે ગરબા માટે મંજુરી આપી નહોંતી. જાેકે બીજીતરફ પોલીસ મંજુરીની અવઢવ વચ્ચે નવરાત્રી શરૂ થતાં આ સ્થળે ગરબા શરૂ થયા હતાં અને પ્રથમ નોરતેથી જ ગરબા રમવા અને જાેવા માટે ભીડ ઉમટી હતી. ગઈ કાલે રાત્રે માં નવશક્તિ ગરબા સ્થળે હજારથી બારસોની ભીડના કારણે ટ્રાફિકજામ થતાં કારેલીબાગ પોલીસે ગરબા બંધ કરાવી દઈ ગરબા આયોજક કમલેશ પરમારની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી.જાેકે આ મુદ્દે રાજકિય અગ્રણીઓની દરમિયાનગીરી બાદ પોલીસે ગરબા જાેવા માટે રોડ પર રાહદારીઓ અને વાહનચાલકો ઉભા ના રહે તે માટે ગરબાના મેદાનને ચારે તરફથી કોર્ડન કરી લેવાની સુચના સાથે આજે માં નવશક્તિ ગરબાના આયોજકને ગરબા યોજવાની સત્તાવાર મંજુરી આપી હતી. પોલીસ સુચના મુજબ ગરબા આયોજકોએ તુરંત ગરબા સ્થળને કોર્ડન કરી લેતા મામલો થાળે પડ્યો હતો.

શેરી ગરબામાં ગરબે ઘૂમતી વ્યક્તિને ગભરામણ-ચક્કર આવતાં ઢળી પડતાં મોત

વડોદરા, તા.૯

શહેરના ગોત્રી રોડ ઉપર યશ કોમ્પલેક્સ પાસે આવેલ ઋતુવિલા એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં યોજાયેલા ગરબામાં ગરબે ઘૂમતા ૫૧ વર્ષીય વ્યક્તિને ચાલુ ગરબામાં એકાએક ચક્કર આવતાં ઢળી પડતાં સારવાર માટે ખાનગી એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે એપાર્ટમેન્ટમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર કોરોનાની મહામારીને લઈને બે એક વર્ષના અંતરાલ બાદ સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાની છૂટ આપવામાં આવી હતી. હાલ નવરાત્રિ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી શહેરના વિસ્તારમાં શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવેલ છે. શહેરના ગોત્રી રોડ સ્થિત યશ કોમ્પલેક્સ પાસે આવેલ ઋતુવિલા એપાર્ટમેન્ટમાં પણ રહીશો દ્વારા નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઋતુવિલામાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ મહેરા (ઉં.વ.પ૧) ઓએનજીસીમાં લાઈબ્રેરિયન તરીકે કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા હતા. તેઓ ગઈકાલે બીજા નોરતે કોમન પ્લોટમાં યોજાયેલ ગરબામાં ગરબા રમવા આવ્યા હતા. તેઓ ગરબે ઘૂમતા હતા ત્યારે અચાનક જ ચક્કર આવવાની સાથે છાતીમાં દુઃખાવો ઉપડતાં ઢળી પડયા હતા અને અર્ધબેભાન હાલતમાં એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘટનાને લઈને ઋતુવિલા એપાર્ટમેન્ટમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડયો હતો.