કોરોના મહામારીના કારણે જાહેર ગરબાના આયોજન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે વરસોથી ગરબા રમતા ગરબારસિકો ઘરમાં અને ઘરઆંગણે પરિવારના સભ્યો સાથે ગરબાનો શોખ પૂરો કરી રહ્યા છે. તરસાલી સોમનાથનગર શ્રીકુંજ ડુપ્લેક્સમાં રહેતા ગરબાના શોખીન એવા પરિવારના સભ્યો ઘરઆંગણે જ ગરબાની મજા માણી રહ્યા છે.