મુંબઈ-

મોડી રાત્રે મુંબઇ નજીક બદલાપુરના ઔદ્યોગિક એમઆઈડીસી કેમ્પસમાં અંધાધૂંધી છવાઈ ગઈ હતી જ્યારે અહીંના નોબેલ ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ગેસ લિકેજ થવા લાગ્યું હતું. જેના કારણે નજીકમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વહેલી તકે ગેસ લિકેજ અટકાવ્યો હતો. બદલાપુર ખાતે ગુરુવારે રાત્રે ગેસ લીકેજની ઘટના બની હતી. આ પછી નજીકમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમે બપોરના આ સ્થિતિને કાબુમાં લીધી હતી. આસપાસના લોકોનું કહેવું છે કે અમુક લોકોને ઉલ્ટી તો અમુકને શ્વાસ લેવામાં પરેશાની થઈ હતી.

આ ગેસ લીક એમઆઈડીસી વિસ્તારના નોબલ ઈન્ડીયા મીડીયા પ્રા.લી.માં થયો હતો. આ કંપની રિએકટરમાં ફુડ તેલ માટે બે રસાયણો, સલ્ફયુરિક એસીડ અને બેન્જીન બાયહાઈડ્રાઈડને જોડે છે. આ ગેસ ઝેરી નથી પરંતુ તેના લીકેજથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શરીરની ત્વચા તથા આંખોને નુકશાન પહોંચે છે. આમ આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડને બોલાવી ગેસને કાબુમાં લેવામાં આવ્યો હતો