વાઘોડિયા, તા.૨૭  

વાઘોડિયા નગર અને ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની છેલ્લા બે દશકથી પાઈપ લાઈન મારફતે ઘર- ઘર સુઘી ગેસ આપવાની માંગ ઊઠી હતી.જે માંગ પુર્ણ કરવા વાઘોડિયાના ઘારાસભ્ય મઘુભાઈ શ્રીવાસ્તવના હસ્તે જીઆઇડીસીમાં ખાત મુહૂર્ત કરી શુભારંભ કરવામા આવ્યો હતો. વડોદરાની વીજીએલ અને એલએનજીના સંયુક્ત ઊપક્રમે કામગીરીનો આરંભ અગામી દિવસોમા શરૂકરવામા આવશે. જેનુ ખાતમુર્હત વાઘોડિયાના ધારાસભ્યએ કર્યું હતું. આ રાંઘણ ગેસ પા઼ઈપલાઈન મારફતે ગૃહિણીઓને મડતા રાંઘણગેસના બોટલોની કતારમા ઊભા રહેવાથી છૂટકારો મડશે. વર્ષોબાદ ગેસના બોટલો મેડવવાની તકલીફોનો અંત આવશે. વળી આ ગેસ રિફીલ કરતા પણ સસ્તો મડી રહેશે. જેથી આર્થીક બચત પણ થશે ને ગૃહિણીઓનુ બજેટ ખોરવાશે નહિ. અન્ય ગૃહિણીઓને કોલસા તેમજ બળતણથી થતા પ્રદુષણથી છુટકારો પણ મળશે.