વડોદરા, તા.૨૮  

 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મતદારોને, તા. ૩ જી નવેમ્બરે મતદાન છે ત્યારે સ્વીપ હેઠળ બુધ અને ગુરૂવારના રોજ કરજણ બેઠકના ૩૧૧ મતદાન મથકો ખાતે અવશ્ય મતદાનના શપથ ગ્રહણ કરાવવાનું આયોજન કરાયુ છે. સ્વીપના નોડલ અધિકારી અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી જે.આર. ચારેલે જણાવ્યું કે, મતદાનની તારીખની જાણકારી ઘરે-ઘરે પહોંચાડવા બે હજાર ગેસ બોટલ અને ૮૦૦ વીજ બિલ પર મતદાન તારીખની જાણ કરતા સ્ટીકર લગાડી વિતરણ કરવામાં આવ્યું હતુ.

જ્યારે આ વિસ્તારના કરજણ રેલવે સ્ટેશન, બસ ડેપો અને ગ્રામીણ બસ સ્ટેન્ડ, દૂધ ઘરો, પંચાયત ઘરો પર આ સ્ટીકર લગાડવામાં આવ્યા છે. યુવા પેઢીને મતદાર જાગૃતિ માટે સાંકળી લેવાના અભિયાન હેઠળ છ વિદ્યાર્થી કેમ્પસ એમ્બેસેડર તરીકે સ્વીપની પ્રવૃત્તિઓમાં મદદ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૨૫ ગામોમાં અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે શપથ લેવાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે.આ ઉપરાંત ક્રિકેટર યુસુફ પઠાણ અને સંગીત પ્રતિભા જ્યુથીકા મહેન, અતુલ પુરોહિત જેવી જાણીતી વ્યક્તિઓ દ્વારા

યાદ રહે કે, આ બેઠક માટે તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ કરજણ, શિનોર અને વડોદરા તાલુકાઓમાં આવેલા ૩૧૧ મતદાન મથકો ખાતે કોવિડ ગાઈડ લાઈન પાળીને સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવશે. કોવીડ તકેદારીઓને અનુલક્ષીને મતદાનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.