મુંબઇ-

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે આરબીઆઇ દ્વારા અંદાજવામાં આવેલા જીડીપી વૃદ્ધિ દર ૧૦.૫ ટકા છે. તેમણે કહ્યું કે, વૃદ્ધિની આગાહીને ઓછી આંકવા માટે મને કોઈ કારણ દેખાતું નથી.એપ્રિલમાં યોજાયેલી નાણાકીય નીતિ સમીક્ષામાં, રિઝર્વ બેંકે ૨૦૨૧-૨૨ દરમિયાન આર્થિક વૃદ્ધિદર ૧૦.૫ ટકા રહેવાની ધારણા કરી હતી. એ જાણવું રહ્યું કે પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૨૦-૨૧માં દેશની જીડીપી ૭.૩ ટકા ઘટી હતી. ગયા નાણાકીય વર્ષમાં તીવ્ર ઘટાડા સાથે શરૂઆત થઈ હતી, ત્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર વૃદ્ધિ પાથ પર પાછો ફર્યો હતો અને જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ ક્વાર્ટરમાં ૧.૬ ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી.

તાજેતરમાં જ આરબીઆઈએ અનુમાન લગાવ્યું હતું કે દેશમાં બીજી લહેરને કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઉત્પાદનમાં બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આર્થિક આઉટપુટના નુકસાનનો જીડીપી સાથે સીધો સંબંધ ન હોઈ શકે, પરંતુ તે અર્થવ્યવસ્થામાં મૂલ્યવર્ધનમાં થતા નુકસાનને નિર્દેશ કરે છે.હાઉસ રેન્ટ અલાઉન્સ / કેન્દ્ર સરકારના ૪૮ લાખ કર્મચારીઓને ડબલ ફાયદો, ડીએમાં વધારા બાદ એચઆરએમાં પણ વધારો ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ એક લેખમાં જણાવ્યું હતું કે કોવિડ -૧૯ રસીકરણની ગતિ અને આર્થિક પુનરુત્થાનનો માર્ગ નક્કી કરશે. તે એમ પણ કહે છે કે રોગચાળો અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી ચક્રીય અને માળખાકીય અવરોધને દૂર કરવા માટે અર્થતંત્રમાં જરૂરી ક્ષમતા અને શક્તિ છે.