ભારતના આર્મીચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આજે બહાર આવેલી આ તસવીર જાેઈ લો. આર્મીચીફની પાછળ જે કંઈ દેખાઈ રહ્યું છે, ચીનની ઊંઘ ઉડાડવા માટે આટલું કાફી છે! આપણે કિસાન આંદોલન અને કોરોના વાઇરસના નાવાં સ્ટ્રેનમાં અટવાયેલાં રહ્યાં ત્યારે સરહદ પર ચીન નામના વાઇરસને સીધોદૌર કરવા આપણાં જવાનોએ અનેક તૈયારીઓ કરી લીધી છે. આર્મીચીફ મનોજ નરવણે લગાતાર સીમા પર જવાનોની તૈયારીઓ પર નજર બનાવી રાખી છે. આ અંતર્ગત તેઓ આજે હાડ થીજાવતી ઠંડીમાં લેહ પહોંચ્યા હતાં. લેહમાં એલએસી પર જવાનોને મળીને હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી.

ભારતીય સૈન્યએ આજે આર્મીચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની લેહ સરહદ પરની મુલાકાતની તસવીરો જાહેર કરી!


ગલવાન ઘાટીમાં ચીનની હરકત પછી ભારતે લેહથી લઈને લદ્દાખ સુધીની સરદહને જડબેસલાક સીલ કરી દીધી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેના આજે પણ આમને-સામને છે. આવી સ્થિતિમાં આર્મીચીફની આ મુલાકાત ખુબ જ મહત્તવપૂર્ણ છે. લદ્દાખમાં બંને દેશના જવાનો સામસામે આવી ગયાં પછી ભારતે સદરહ પર સૈન્ય સરંજામ ગોઠવી દીધો છે.

જનરલ નરવણે સૌથી પહેલાં ફાયર એન્ડ ફ્યૂરી કોર્પને મળ્યાં


તમને થશે આ ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ વળી શું છે? એ પણ જણાવી દઈએ. કારગિલ યુદ્ધ પછી ૨ સપ્ટેમ્બર, ૧૯૯૯ના રોજ ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સની સ્થાપના થઈ હતી. આ કોર્પ્સની જવાબદારી એલઓસી -લાઇન ઓફ કંટ્રોલ અને એલએસી - લાઇન ઓફ એક્ચૂઅલ કંટ્રોલ પર રહીને દેશની રક્ષા કરવાનું છે. સરદહ પરની દરેક હિલચાલ પર નજર રાખીને એક્શન લેવાં હંમેશાં સજ્જ રહેવાનું છે.

હવે સમજીએ કે, ચીનની ઊંઘ કેમ હરામ થઈ જવાની છે?


આર્મીચીફે ફાયર એન્ડ ફ્યૂરી કોર્પના સૌથી ટોચના મોરચા રેચિન લાની મુલાકાત પણ લીધી હતી. ફાયર એન્ડ ફ્યૂરી કોર્પના જીઓસીએ આર્મીચીફને જરૂરત પડે તો કેવો જવાબ આપવા સૈન્ય તૈયાર છે, તેની તૈયારીઓ વિશે જાણકારી આપી હતી. આ બે તસવીરો આજે સામે આવી છે. આમ જાેઈએ તો એવું લાગશે કે, કોઈ રેગિસ્તાનની તસવીરો છે, પણ તમારી આંખ છેતરાઈ રહી છે! ખરેખર આ તસવીર રેગિસ્તાનની નહીં પણ લેહની છે. આર્મીચીફ સરહદ પર ટેન્ક બ્રિગેડનું નિરીક્ષણ કરી રહ્યાં છે. આર્મીચીફની પાછળ સરહદ પર તહેનાત ટેન્ક દેખાઈ રહી છે. ભારતીય સેનાએ આજે આ તસવીરો જાહેર કરીને ચીનને એક ચીમકી પણ આપી દીધી છે કે, ચીન તરફથી કંઈ હરકત થશે તો તેનો કરારો જવાબ મળશે.

આર્મીચીફે ટેન્કની પોઝિશન જાેઈને જવાનોને કેમ શાબાશી આપી?



જનરલ નરવણેએ રેચિન લા મોરચા પર જવાનોના હોંશલાને જાેઈને શાબાશી આપી હતી. આર્મીચીફે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાની તૈયારીઓ જાેઈને પોતાના સૂચનો પણ કર્યાં હતાં. જનરલ નરવણેએ અહીં તહેનાત ટેન્કનું નિરીક્ષણ પણ કર્યું હતું. ચીફનું કહેવું હતું કે, આપણી આ ટેન્ક દુશ્મનોની કોઈપણ હરકતનો જવાબ આપવા માટે કાફી છે.

જવાનો સાથે તસવીરો પણ ખેંચાવી!



આજે હાડ થીજાવતી ઠંડીમાં દેશની રક્ષા માટે સરહદ પર તહેનાત જવાનો સાથે આર્મીચીફે તસવીરો ખેંચાવી જે રીતે ચીનને લદ્દાખમાં જવાનોએ જવાબ આપ્યો હતો તે બાબતને યાદ કરી પ્રસંશા કરી હતી. જવાનોને આર્મીચીફે પોતાના હાથે ભેટ-સોગાદો પણ આપી લેહ મુલાકાતે ગયેલાં આર્મીચીફ મનોજ નરવણે પોતાની સાથે જવાનો માટે ભેટ-સોગાદો લઈને ગયાં હતાં. પોતાના હાથે એક-એક જવાનને આ ભેટ-સોગાદો આપી હતી. અહીં આપણે કોરોનામાં ખોવાયેલાં છીએ ત્યારે સરહદ પર ચીનની દરેક હરકત ઉપર સૈન્યની નજર છે.

ચીનનો વાઇરસ ભલે ભારતમાં ઘૂસી ગયો, પણ સરહદ પર સૈન્યનો એવો બંદોબસ્ત છે કે, ચીનનો એક સૈનિક સુદ્ધાં એક ઇંચ ભારતની સરહદમાં ઘૂસી શકે તેમ નથી. અને કદાચ ચીન એવી કોઈ હરકત કરશે તો શું જવાબ મળશે તેનો સંદેશો આજે સૈન્યએ જારી કરેલી આ તસવીરો આપી રહી છે.