દિલ્હી-

કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર હવે સેકન્ડમાં વોટ્સએપ દ્વારા મેળવી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી છે કે, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની કચેરીએ કહ્યું છે કે, જે કોઈ પણ વ્યક્તિ પોતાનું રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માગો છે તે એક નંબર પર વોટ્સએપ સંદેશ મોકલી શકે છે અને એક જ વખતમાં પ્રમાણપત્ર મેળવી શકે છે. આરોગ્ય પ્રધાનની કચેરીએ ટ્વીટ કર્યું કે "ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય માણસના જીવનમાં ક્રાંતિ લાવી! હવે MyGov કોરોના હેલ્પડેસ્ક દ્વારા 3 સરળ પગલાંમાં COVID-19 રસીકરણ પ્રમાણપત્ર મેળવી શકાશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જે નાગરિકોને કોવિડ -19 સામે રસી આપવામાં આવી છે. તેઓ MyGov કોરોના હેલ્પડેસ્ક દ્વારા 3 સરળ પગલાંમાં રસીકરણ પ્રમાણપત્ર મેળવીશકશે.