જયપુર-

રાજસ્થાનમાં બે વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપીએ મુખ્યમથકમાં લાગેલા બેનર-પોસ્ટર બદલી દીધા છે. પાર્ટીના નવા પોસ્ટરમાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીની દિગ્ગજ નેતા વસુંધરા રાજેને જગ્યા નથી આપવામાં આવી. ૨૦ વર્ષોમાં આ પહેલીવાર છે, જ્યારે રાજસ્થાન બીજેપીના પોસ્ટર-હૉર્ડિંગ્સથી રાજેની તસવીર ગાયબ થઈ છે. વસુંધરા વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ સુધી રાજ્યની મુખ્યમંત્રી પણ રહી ચુકી છે.

છેલ્લા લાંબા સમયથી બીજેપી હાઈકમાન્ડ અને તેમના સંબંધોમાં ખટાસ આવવાની અટકળો લાગતી રહી છે, ત્યારબાદ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું રાજસ્થાન બીજેપીમાં બધું ઠીક નથી? રાજસ્થાનમાં બીજેપીના નવા પોસ્ટર બાદ વિવાદની પણ શરૂઆત થઈ ગઈ છે. નવા પોસ્ટર્સ-હોર્ડિંગ્સ પર બીજેપીનું કહેવું છે કે નવા લોકો આવતા રહે છે અને જૂના લોકો જાતા રહે છે. આ પરંપરા રહી છે, પરંતુ વસુંધરા રાજેના સમર્થકોનું કહેવું છે કે રાજસ્થાનમાં રાજે જરૂરી છે અને બીજેપીની મજબૂરી પણ છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન બીજેપીના મુખ્ય મથકનું નવું પોસ્ટર-હોર્ડિંગ બદલાયેલું-બદલાયેલું જાેવા મળી રહ્યું છે. મુખ્યમથકની બહાર ૨ હૉર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં વસુંધરા રાજેની તસવીરોને હટાવી દેવામાં આવી છે. નવા હૉર્ડિંગ્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપરાંત ગુલાબ ચંદ કટારિયા અને સતીશ પૂનિયાની તસવીરો છે. તો બીજા હૉર્ડિંગમાં દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીરો છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજસ્થાનની રાજનીતિમાં પાર્ટીની મહત્વની સાંકળ રહેલા વસુંધરા રાજે પહેલીવાર બીજેપી મુખ્યમથકના એક પણ હૉર્ડિંગ્સ-બેનર-પોસ્ટરમાં નથી જાેવા મળી રહી.

આ સમગ્ર મામલે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, “હૉર્ડિંગ્સમાં કોની તસવીર લાગશે, આ પાર્ટીની કમિટી નક્કી કરે છે, આ કોઈ નેતાનું કામ નથી. આવા બદલાવ થતાં રહે છે. બદલાવ સમયની નિયતિ છે.” બીજી તરફ વસુંધરા રાજે સમર્થક પૂર્વ મુખ્યમંત્રીના બેનર-પોસ્ટરથી તસવીર હટાવવાને લઇને લાલઘૂમ છે. તેઓ આને ષડયંત્ર ગણાવી રહ્યા છે. વસુંધરા સમર્થક પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલે કહ્યું કે, વસુંધરા રાજે વગર બીજેપી રાજસ્થાનમાં સત્તામાં નહીં આવી શકે.