અમદાવાદ-

કોરોનાની મહામારીના લીધે હાલમાં સ્કૂલો કોલેજો છેલ્લા છ મહિનાથી બંધ છે. તેવામાં જે પણ શિક્ષકો ટ્યુશન કરીને કમાણી કરતા હતા તે લોકોને આ લોક ડાઉનના કારણે તે લોકોને પોતાના ઘરનું ભરણપોષણ કરવું ભારે પડી રહ્યું છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા નોન ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત, તા. 01-07-2016થી 31-12-2020 સુધીમાં જે પણ શિક્ષકે CCC, CCC+ ની કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હશે તેવા શિક્ષકોને તેમની મૂળ પાત્રતાથી વધારે સારો પગાર આપવામાં આવશે. જે શિક્ષકો અથવા બિન શિક્ષક કર્મચારીઓ 31-12-2020 પછી કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરશે તેવા શિક્ષકોને જે તારીખે પરીક્ષા પાસ કરશે ત્યાર પછી તેમને ઉચ્ચતર પગારનો સમયાનુસાર લાભ આપવામાં આવશે. દરેક શિક્ષકે કોમ્પ્યુટર કૌશલીની કસોટી પાસ કરેલ હશે તેઓ જ તેવા શિક્ષકોને શૈક્ષણિક સંસ્થાનોમાં સારા પગારે નોકરીએ રાખવામાં આવશે.