ગીર સોમનાથ-

 ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા પ્રશ્નાવડા ખેડૂતોના ખેતરોમાં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગિર સોમનાથ જિલ્લા માં ખેડૂતો ઊભા પાક જેવા કે મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોને જીવદાન મળ્યું છે. ઘણા દિવસથી ઉકળાટ અને ગરમી બાદ ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત હતી. જરૂરીયાત હતી તે વરસાદની રાહ જોઇને બેઠેલા ખેડૂતો ના ખરા સમયે કુદરત મહેરબાન થયો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગીર સોમનાથ જીલ્લા માં વધુ પ્રમાણમાં મગફળી નુ વાવેતર કરવામાં આવે છે અને આ પાકને પુષ્કળ પ્રમાણમાં પાણી ની જરુર પડે છે . ત્યારે સમગ્ર જીલ્લાના ખેડૂતો એ શરુઆત ના સમયમા વરસાદ પડતા જ વાવણી કરી દીધી હતી જેને ફરી યોગ્ય સમયે પુરતુ પાણી મળતા પાકને જીવતદાન મળ્યુ છે. 

કોરોનાની મહામારી વચ્ચે જે ખેડૂતો ને ફટકો પડ્યો હતો તેમા સમયસર કુદરત મહેરબાન થઇ સારો વરસાદ આપ્યો છે છેલ્લા પંદર વષઁ થી જુન મહીનાની 20 તારીખ આસપાસ વાવણી થતી પણ આ વષેઁ જુન મહીનાની શરુઆત થી જ વાવણી થઇ ગઇ. અને આ રાઉન્ડમાં સારો વરસાદ પડતા ખેડૂતોને ખૂબજ ફાયદો થયો છે.