ગાંધીનગર-

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા માટે આ ટનલ બનાવાશે. ૩૦૦ કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેહોત્સર્ગથી સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્‌સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઘાટ પણ કરવામાં આવશે. પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. સોમનાથ ખાતે અધ્યતન બસ સ્ટેશન પણ તૈયાર કરાશે. અત્રે નોંધનીય છે કે, યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ નવા નવા પ્રયત્નો કરી રહ્યા છે. જેથી સોમનાથમાં કાચની ટનલથી દરિયાઇ જીવસૃષ્ટિ જાેઇ શકાશે.

પ્રવાસીઓને આકર્ષવા આગામી સમયમાં ૩૦૦ કરોડથી વધુના કામો હાથ ધરાશે. ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભીત કરાશે. જેમાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. આ સાથે સોમનાથ એસટી બસ સ્ટેન્ડનું રેલ્વે સ્ટેશન સામે સ્થળાંતર કરી ત્યાં નવું અદ્યતન બસ સ્ટેશન બનાવવામાં આવશે. સોમનાથમાં આઇઆઇટીએ ચિંધેલા સ્થળોએ પુરાતત્વ વિભાગનું નિરીક્ષણ ચાલું છે. ત્રિવેણીમાં સામાકાંઠે ઘાટ બનાવાશે. પીએમ મોદી ચેરમેન બન્યા બાદ નવા કામો માટેનો ર્નિણય બેઠકમાં જ લેવાયા છે.

સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષી શકે એ માટે આવનાર દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી અનેક વિકાસ કામો હાથ ધરાશે. જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.