દિલ્હી-

વિશ્વની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ TGP દ્વારા રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. TGP 0.41 ટકાની ભાગીદારી માટે 18.7.50 કરોડ રૂપિયાનું રોકારણ રિલાયન્સ રિટેલમાં કરશે. રિલાયન્સ રિટેલમાં આ અત્યારસુધીનું ૭માં રોકાણ છે. કંપનીએ 7.28 ટકાનો હિસ્સો વેચીને અત્યારસુધીમાં 32,197.50 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. અબુધાબીની મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ રિલાયન્સ રિટેલ વેન્ચરમાં 6,247.5 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી એ જણાવ્યું કે, હું રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વેલ્યૂએબલ રોકાણકાર તરીકે ટીજીપીનું સ્વાગત કરું છું. ટીજીપીના સહકાર અને ગાઇડન્સથી કંપનીને આગળ વધવામાં મદદ મળશે. TGP સીઈઓ જિમ કૂલ્ટરએ જણાવ્યું કે રેગ્યુલેટરી બદલાવ, ગ્રાહકોની ભૌગોલિકતા, ટેકનોલોજીના વ્યાપના કારણે ભારતમાં રિટેલ ચેન ખૂબ આકર્ષક બનતી જઈ રહી છએ. એક અવિશ્વસનીય મજબૂતાઈથી ચોક્કસ લીડર તરીકે અમે રિલાયન્સ રિટેલ સાથે જાેડાવા બદલ ઉત્સાહિત છીએ.

રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને વટાવી ગયું છે. રિલાયન્સ રિટેલમાં, સિલ્વર લેકએ 7500 કરોડનું રોકાણ કર્યું છે અને કેકેઆરએ 5,500 કરોડનું રોકાણ કર્યું છે. આ બંને સમાન કંપનીઓ છે જેમણે રિલાયન્સ જિઓમાં રોકાણ કર્યું છે.વિશ્વના મોટા ખાનગી ઇકિવટી ફંડ્‌સ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આધાર રાખે છે, તેથી તેઓ રિલાયન્સ કંપનીઓમાં રોકાણ કરે છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલમાં વેલ્યુએશન 4.28 લાખ કરોડ છે, જેના પર આ કંપનીઓ રોકાણ કરી રહી છે.