પણજી-

ગોવાના સીએમ પ્રમોદ સાવંતનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. તેઓ અસિમ્ટોમેટિક છે અને હાલમા હોમ ક્વોરન્ટાઇન છે. તેઓના સંપર્કમા આવેલા તમામ વ્યકિતને હોમ ક્વોરન્ટાઇન થવાની સૂચના આપવામા આવી છે. 

સીએમ પ્રમોદ સાવંતએ ટ્વિટમા કહ્યુ કે, બધાને હું જાણ કરવા માગુ છુ કે મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું અસિમ્ટોમેટિક છું અને તેથી જ હોમ ક્વોરન્ટીન છુ. હું ઘરેથી મારા કામો કરીશ. જે લોકો મારા સંપર્કમા આવ્યા છે, તેમણે આવશ્યક સાવધાની રાખવી જરૂરી છે. આ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો કોરોના રિપોર્ટ ફરીથી પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમણને લઇને ગત રવિવારના રોજ સીએમ ખટ્ટરએ બીજી વાર ટેસ્ટ કરાવ્યો હતો. એક વાર ફરીથી તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે તેમણે કેટલાક દિવસો સારવાર માટે મેદાંતા હોસ્પિટલમા રહેવુ પડ્યુ હતુ.