વડોદરા, તા.૧ 

કોરોનાના કહેરના કારણે તહેવારોની સામૂહિક ઉજવણી પર રાજ્ય સરકારે પાબંદી મૂકવામાં આવી છે.આજે વડોદરા શહેરના વિવિધ વિસાતારોમાં મુસ્લિમ બિરાદરોએ પોતાના ધરેજ બકરી ઈદની નમાજ અદા કરી હતી.ઉપરાંત ઈદગાહ મેદાનમાં શહેર ખતીબે સામાજીક દુરી રાખીને માસ્ક પહેરીને ગણતરીના લોકોની ઉપસ્થિતીમાં ઈદની વિશેષ નમાજ અદા કરી હતી.

કોરોના મહામારીના કારણે હાલની પરિસ્થિતીમાં લોકો સમૂહમાં આવવાનુ ટાળી રહ્યા છે.સરકારે પણ તહેવારોની સામૂહિક ઉજવણી પર અને ભેગા થવા પર પાબંદી મુકી છે.ત્યારે આજે મુસ્લિમ અગ્રણીઓ દ્વાર બકરી ઈદની ઉજવણી માટે સામુહિક નમાઝ અદા નહી કરવાની અપીલ કરવામાં આવી હતી.કોરોનાના કહેરના કારણે શહેરના ઈદગાહ મેદાન ખાતે આજે સવારે બકરી ઈદની ખાસ નમાઝ માત્ર ગણતરીના મુસ્લિમ બિરાદરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અદા કરવામાં આવી હતી.દર વર્ષે ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવા હજારો મુસ્લિમ બિરાદરો એકઠા થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સામૂહિક નમાઝ અદા ન કરતા શહેર ખતીબે ગણતરીના મુસ્લિમ બિરાદરો સાથે પરંપરા મુજબ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી.જ્યારે મોટાભાગના મુસ્લિમ બિરાદરોએ પણ ધરોમાંજ ઈદની નમાઝ અદા કરી હતી.મુસ્લિમ બિરાદરોએ એક બીજાને બકરી ઈદની શુભેચ્છા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઈદની ઉજવણી કરી હતી.