ભરૂચ, ભરૂચમાં રોડ રસ્તાઓનું ખોદકામ અને મરામતનું કામ કદાપિ બંધ થતું નથી. જેનું મુખ્ય કારણ પાસ કરેલ ટેન્ડર અનુસાર કામગીરી નહિ કરવાના કારણે. બિસ્માર રોડ રસ્તાઓ બાબતે હંમેશા લોકોએ સ્થાનિક નેતાગીરી અને તંત્ર સામે અવાજ ઉઠવ્યો છે. પણ જાણે લોકો અવાજ તો ઉઠાવતા રહે અને ભ્રષ્ટાચાર કરતાં રહેવુ તેવું નક્કી કરીને સ્થાનિક નેતાગીરી અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ તંત્ર લોકોની વાતોને ધ્યાને લેતા નથી. નાગરિકો પણ જાણે ટેવાયેલા હોય તેમ બિસ્માર રોડ રસ્તાઓ ઉપરથી પસાર થતા રહે અને મનમાં ભ્રષ્ટાચારીઓની નિંદા કરતાં રહે છે. ભરૂચમાં રેલવે ગોડી રોડ હમેશા તેની બિસ્માર હલતને લઈ વિવાદમાં રહ્યો છે. ચોમાસાની શરૂઆત થતા જ રોડ અતિ બિસ્માર બની જાય છે. વાહન ચાલકોને પણ ઈજાઓ થઈ હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી બિસ્માર રોડનું સમારકામ ચાલી રહ્યું છે. ત્યારે રોડ રસ્તા બનવવાના માપદંડ અનુસાર કામગીરી થાય છે કે નહીં તે જોવા જાગૃત નાગરિકો સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ ઉપર ચાલી રહેલી રોડના સમારકામની કામગીરી જોઈને તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. રોડ બનવવા માટેના માપદંડ અનુસાર માલ મટીરીયલ અને કામગીરી ન થવાની જાગૃત નાગરિકોએ બુમ ઉઠાવી હતી. હંમેશાની જેમ લોકોના ભારે વિરોધ અને ઈલેક્સન આવતા રોડ રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવે છે. એકાદ વર્ષમાં જ સમારકામ થયેલ રોડ રસ્તાઓ ફિરથી બિસ્માર બની જતા હોવાની વાત તેઓએ ઉચ્ચારી હતી. આવનાર સમયે નગરપાલિકા ઈલેક્સન આવનાર હોય વોટ મેળવવા રોડ રસ્તાઓનું સમારકામ તંત્ર દ્વારા આરંભ્યું હોય તેમ હિન્દુસ્થાન નિર્માણ દળના કાર્યકર ધવલ કનોજીયા અને તેમની ટીમે બુમ ઉઠાવી હતી. જોકે સાથે જ જ્યાં રોડ રસ્તાઓનું કામ ચાલતું હોય ત્યાં નગરપાલિકા તંત્રના જવાબદાર કર્મચારીઓ અને સ્થાનિકોએ હાજર રહી નિરીક્ષણ કરવું રહ્યું, નહીં તો ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવાનું ખુલ્લું મેદાન મળી જાય છે અને લોકોના પરસેવાના રૂપિયા વરસાદના પાણીમાં ધોવાઈ જાય છે.