દિલ્હીઃ-

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સારી તક છે. સોની બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત ઘટી રહેલા ભાવને કારણે સોનું સસ્તુ થઈ ગયું છે.ઘટી રહેલા ભાવને કારણે બજારમાં સોનાની માંગ વધી રહી છે. દેશમાં કોરોનાનો પ્રભાવ ઓછો થવાને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે. આવો જાણીએ શું છે સોનાનો ભાવ.

જાણો શું છે આજે સોનાનો ભાવ

દેશમાં છેલ્લા પાંચ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં મંગળવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. મંગળવારે સોની બજારમાં સોનું 10 રૂપિયા પ્રતિ ગ્રામ સસ્તું થયું છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 47 હજાર 30 રૂપિયા પ્રતિ ગ્રામ રહી ગયો છે. આ પહેલા સોમવારે સોનું 47190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. વર્તમાનમાં સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટથી ખુબ સસ્તું થઈ ચુક્યુ છે. દેશમાં પાછલા વર્ષે ઓગસ્ટમાં સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. વર્તમાનમાં સોનું 47030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ બંને ભાવની તુલના કરો તો સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટથી 8,300 રૂપિયા સસ્તું થઈ 47,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે.