મુંબઈ-

આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોનું નવી ટોચે પહોંચીને ૧૦ ગ્રામના ૫૫૦૦૦ અને ચાંદીમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો જેમાં એક કિલો ચાંદીના ૬૮૦૦૦ થયા છે. ગત સાહથી સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ રહી છે. આજે સોનાનો ભાવ આગળ વધતાં નવો ઈતિહાસ સર્જાયો છે ૧૦ ગ્રામના ભાવ આજે નવા ઉછાળા સાથે પિયા ૫૫ હજારની સપાટીએ પહોંચી ગયા છે. ભાવ બધાની સાથે નવી ખરીદીમાં બ્રેક લાગી ગયો છે અને બીજી તરફ લોકો જૂનું સોનું વેચવા લાગ્યા છે. સોનાના સળગતા ભાવ રોકાણકારોને આકર્ષિત રહ્યા છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધીને ઓસં માં ૧૯૫૦ ડોલર નજીક પહોંચી જતાં ઘરઆંગણે પણ સોનાનો ભાવ સર્વેાચ્ચ સપાટીએ પહોંચ્યો છે આજે રાજકોટની બજારમાં સોનાના ૧૦ ગ્રામના ભાવ .૫૪૪૬૫ અને ચાંદીમાં પણ તેજીનો દોર યથાવત રહેતા એક કિલોના ૬૭૪૦૦ નોંધાયા છે. વૈશ્વિક બજારમાં ડોલર ૨૦૦૦ પહોંચે તેવા નિર્દેશો ઝવેરી બજાર માંથી થઈ રહ્યા છે. 

વિશ્લેષકો એવું જણાવી રહ્યા છે કે આગામી ટૂંક સમયમાં સોનાનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચીને ૭૫થી ૮૦ હજારની સપાટીએ પહોંચી શકે તેવી પ્રબળ શકયતાઓ જોવાઈ રહી છે.