મુંબઈ-

સોનાની કિંમતોમાં ગુરુવારે સતત 8મી વાર વ્યવસાયિક સત્રમાં ઉછાળો જોવા મળ્યો. શરૂઆતમાં એમસીએક્સ પર ઓગસ્ટ ડિલિવરી વાળા સોનાના ભાવ વધીને 53,429 પ્રતિ 10 ગ્રામ  ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. 8 દિવસોમાં સોના ભાવ લગભગ 5,500 પ્રતિ 10 ગ્રામ સુધી વધી ગયા છે. જો કે એમસીએક્સ પર ચાંદી વાયદામાં ઘટાડો આવ્યા છે. આ દરમિયાન કિંમતો પડીને 65,212 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ છે. આ દરમિયાન ભાવ પડીને 65,212 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા છે.

 બુધવારે દિલ્હી સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવ 53,087 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધીને 53,797 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. આ દરમિયાન કિંમતમાં 710 રૂપિયા પ્રતિ દસ ગ્રામની જોરદાર તેજી જોવા મળી હતી. મુંબઇમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ 52760.00 રૂપિયા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને શૂન્યની આસપાસ સ્થિર રાખવા અને અર્થવ્યવસ્થાને પટરી પર લાવવાની તમામ ઉપાય કરવાની જાહેરાતથી સોનાને સપોર્ટ મળ્યો છે. આ સાથે જ નબળો ડોલર, ઓછું વ્યાજ દર અને દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસમાં સોનામાં રોકાણને સુરક્ષિણ રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.