આણંદ, તા.૧૬ 

કોવિડ-૧૯ મહામારીના કારણે વિશ્વમાં અને દેશમાં અનેક પરિવર્તન જાેવાં મળ્યાં છે. આ પરિસ્થિતિને કારણે અનેક અણગમતા પગલાં પ્રશાસન દ્વારા લેવામાં આવ્યા છે. લોકડાઉનને કારણે હંમેશા મુક્ત રહેલી માનવજાત, ખાસ કરીને યુવાવર્ગ, વિદ્યાર્થીઓ પર એક પ્રકારનો કદી પણ ન વિચાર્યો હોય તેવો અંકુશ આવી ગયો છે. પરિણામે લોકડાઉનમાં વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી (સ્ીહંટ્ઠઙ્મ ઉીઙ્મઙ્મહીજજ) પર કેવી અસર થઈ છે, તે જાણવા માટે સ્પેક એજ્યુકેશન કોલેજ દ્વારા એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણના ચોંકાવનારાં પરિણામો બહાર આવ્યાં છે.આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે, માનસિક સુખાકારી કેવી રીતે વિદ્યાર્થીના આત્મવિશ્વાસ, લાગણીની અભિવ્યક્તિ, તણાવ સાથેનું અનુકૂલન, સારાં સંબંધો, સર્જનાત્મક કાર્ય પર અસર કરે છે? આ માટે આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લાના ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ધોરણ-૧૨ના ગુજરાત બોર્ડ અને સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓનો સર્વેક્ષણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણના તારણોને આધારે જાણવા મળ્યું હતું કે, ૮૭.૯ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓને તેમનાં મિત્રોની યાદ સતાવે  છે! સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, ૮૫ ટકા વિદ્યાર્થીઓને શાળાની યાદ સતાવે છે અને ૮૫.૯ ટકા વિદ્યાર્થીઓને શાળાનું વાતાવરણ યાદ આવે છે. વધુમાં ૪૦.૪ ટકા વિદ્યાર્થીઓ ચિંતાતુર જાેવાં મળ્યાં હતા, જ્યારે ૧૯.૨ ટકામાં ચિંતાને કારણે અનિશ્ચિતતા ઘર કરી રહી હોય તેવું જાણવા મળ્યું હતું. ૪૮.૩ ટકા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે, તેઓ સમયનો યોગ્ય ઉપયોગ કરી શક્યાં નથી. ૪૯.૩ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ જલદીથી ગુસ્સે થઇ જાય છે. આ સરવે દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, ૨૫.૬ ટકા વિદ્યાર્થીઓ ચીડ અનુભવે છે, જ્યારે ૨૨.૭ ટકા વિદ્યાર્થીઓ આ બાબતે અનિશ્ચિતતા અનુભવે છે.