આણંદ : આણંદના મોગર ખાતે આવેલી ડો. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આણંદ જિલ્લાના કલેક્ટર આર.જી.ગોહિલે ધો.૧૦થી ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાને શરૂ કરાવી હતી. કોલેજ પ્રવેશની કક્ષાના વિદ્યાર્થીઓની ક્ષમતાઓ વધારવા તથા તેમની ર્નિણય પ્રક્રિયા અને બુદ્ધિના સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવા કોલેજમાં ગત તા.૧૫ના રોજ “સારથી” યોજનાનો કલેક્ટર આર.જી ગોહિલે પ્રારંભ કરાવ્યો હતો.  સૂત્રોએ કહ્યું હતું કે, કોલેજ સારથી યોજનાના ભાગરૂપે વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી અને તેમાં ભાગ લેનારાં અથવા નોંધણી કરાવેલાં વિદ્યાર્થીઓની કારકિર્દીને સુદ્રઢ બનાવવા ડીજેએમઆઇટી દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલ પર ધો.૧૦થી ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓને (જે તે શાળાઓને લાગું પડે તે પ્રમાણે અથવા શાળામાં જે ધોરણનો સમાવેશ હોય તે પ્રમાણે) અવગત રાખીશું. વિદ્યાર્થીઓની કારકિર્દીને સાર્થક રીતે આકાર આપવા માટે તેમને ટેકો અને માર્ગદર્શન આપીશું. એટલું જ નહીં, પરંતુ આવતી કાલના શ્રેષ્ઠ, આશાસ્પદ નાગરિકોમાં તેમનું પરિવર્તન લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. આશા છે કે ધોરણ ૧૦થી જ વિદ્યાર્થી કારકિર્દી બનાવવાનો આ પડકાર ઝીલવા બદલ કોલેજના પ્રયાસની પ્રશંસા કરશો. અનુભવોના આધારે જાેયું છે કે ધોરણ ૧૦, ૧૧ અને ધોરણ ૧૨ દરમિયાન ઘણાં વિદ્યાર્થીઓનું કોલેજ સાથે જાેડાણ ન હોવાના કારણે તેમની કારકિર્દીનો મહત્વપૂર્ણ જીવનકાળ ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ દરમિયાન તેમનું ધ્યાન ભટકી જાય છે અથવા ગેરમાર્ગે દોરાઈને કારકિર્દી બનાવી શકતા નથી. ઉપરોક્ત બાબતો સમજીએ છીએ, તેથી મેનેજમેન્ટે વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ થી ધોરણ ૧૨ અભ્યાસના સમયગાળા દરમિયાન કોલેજ જીવનમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે (ફ્રી ઓફ કોસ્ટ) કારકિર્દી માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું છે. આનાંથી તેઓ ઉચ્ચતર માધ્યમિક (ધા.૧૨ જીષ્ઠૈીહષ્ઠી) અભ્યાસ પછી કોલેજ જીવનની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ સારી રીતે સમજશે અને ભાવિ કારકિર્દી પસંદ કરશે.  

એવું પણ જણાવાયું હતું કે આ માર્ગદર્શન કંટાળાજનક ન બને તેમજ તેમનાં વર્તમાન અભ્યાસ પર વધુ પડતો ભાર ન આવે તે રીતે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રજૂ કરાઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અથવા મોબાઇલ, ડિજિટલ પ્લેટફોર્મથી ક્યાંયથી પણ ભાગ લઈ શકે છે. સ્પર્ધાઓમાં રજિસ્ટ્રેશન વિના મૂલ્યે હોવાથી સ્પર્ધાઓ રસપ્રદ બનશે. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ અને કોલેજ વચ્ચે મૈત્રીપૂર્ણ, સહજ સંબંધો સાથે અગાઉથી જ કારકિર્દીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રદાન થશે.

ઉપરોક્ત બાબતોને અનુરૂપ, અમે તમારી સ્કૂલના ૧૦ માં / ૧૧ માં અથવા ૧૨ માં ધોરણ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ આપીને ઉત્સાહિત છીએ. આ સ્પર્ધા કોરોનાની મહામારીનાં દિવસો દરમિયાન લોકડાઉનનાં કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ અને માતા-પિતાને કોલેજ સહભાગી સ્પર્ધાના માધ્યમથી ભાવિ કારકિર્દી અંગે પરામર્શ માટે મોટી તક પ્રદાન કરશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કોલેજ સાથે જાેડાણમાં આ સમયનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ સ્પર્ધા કારકિર્દી પ્રોફાઇલ માટે તેમને વધુ સારી માહિતી પ્રદાન કરશે. તેમજ વિદ્યાર્થીઓને નવી વસ્તુઓ શીખવા પ્રોત્સાહિત કરશે.

ઓનલાઇન ઇવેન્ટ /સ્પર્ધા માટેની વિગતો ટૂંકા વર્ણન સાથે રજિસ્ટ્રેશન લિંક પર ઉપલબ્ધ છેઃ આ સ્પર્ધાનો મહત્તમ લાભ લેવા ધો. ૧૦, ૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને ઇવેન્ટ/સ્પર્ધામાં નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.