દિલ્હી-

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચારનો સિલસિલો સતત ચાલુ છે. છેલ્લા દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક હટ્યા બાદ હવે એક વધુ સારા સમાચાર આવ્યા છે. સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓનું એચઆરએ પણ રિવાઈઝ કરી નાખ્યું છે. ત્યારબાદ હવે કર્મચારીઓના ઓગસ્ટમાં પગારમાં એચઆરએ પણ વધીને આવશે. સરકારના આદેશ મુજબ એચઆરએ એટલા માટે વધારવામાં આવ્યું છે કારણ કે મોંઘવારી ભથ્થું ૨૫ ટકાથી વધુ થયું છે.

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યું છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ અલાઉન્ટ પણ વધારીને ૨૭ ટકા સુધી કર્યું છે. વાત જાણે એમ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરે ૭ જુલાઈ ૨૦૧૭ના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં કહેવાયું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું ૨૫ ટકાથી વધુ થશે તો હાઉસ ૐઇછ પણ રિવાઈઝ કરવામાં આવશે. ૧ જુલાઈથી ડિયરનેસ અલાઉન્સ વધારીને ૨૮ ટકા કરવામાં આવ્યું છે. આથી રિવાઈઝ કરવું જરૂરી છે.