નવી દિલ્હી

વિદેશી નાગરિકનું કાર્ડ રાખતા ભારતીય મૂળ અથવા ભારતીય સમુદાયના લોકોને હવે ભારત આવવા માટે જૂના પાસપોર્ટને સાથે રાખવાની જરૂર નહીં.

ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટિફિકેશનનો ઉલ્લેખ કરતા સોમવારે જણાવ્યું કે, OCI કાર્ડની સાથે જૂના પાસપોર્ટ રાખવાની જરૂરિયાત સમાપ્ત કરી દેવામાં આવી છે.

આ જાહેરાતે વિદેશોમાં રહેતા ભારતીયોને એક મોટી ચિંતા દૂર કરી દીધી છે. દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, હવેથી જૂના પાસપોર્ટ સંખ્યાવાળા હાલના OCI કાર્ડના સહારે પ્રવાસ કરતા OCI કાર્ડ ધારકને ધારકને જૂના પાસપોર્ટ સાથે રાખવાની જરૂરિયાત નથી, પરંતુ નવો(હાલનો) પાસપોર્ટ સાથે રાખવો જરૂરી હશે.

ભારત સરકારે 20 વર્ષથી ઓછા અને 50 વર્ષથી વધુની ઉંમરના કાર્ડધારકો માટે OCI કાર્ડ પુનઃ જાહેર કરવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2021 કરવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ 2005થી લાગૂ ICOના દિશાનિર્દેશઅનુસાર, 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ ઉંમરના કાર્ડધારકોને દર વખતે નવો પાસપોર્ટ બનાવવા પર પોતાના કાર્ડ પુનઃ જાહેર કરવાનો હોય છે. ભારત સરકારે કોરોના વાયરસ મહામારીના કારણે આની સમય મર્યાદા અનેક વખત વધારી છે, પરંતુ OCI કાર્ડ ધારકો માટે યાત્રા દરમિયાન જૂના પાસપોર્ટને સાથે રાખવાની જરૂરિયાતમાં પહેલી વખત છૂટ અપાઇ છે.