નવીદિલ્હી, તા.૨૧  

આજનો દિવસ દુનિયાભરના પિતા માટે ખાસ છે કારણ આજે વર્લ્ડ ફાધર્સ ડે છે. આ ખાસ ડે પર લોકો પોત-પોતાની રીતે ઉજવણી કરે છે. આ ઉજવણીમા ગુગલે પણ વિશ્વભરના પિતાઓ માટે સ્પેશ્યલ ડુડલ બનાવ્યુ છે. આ ડુડલ તમને એ બાળપણના દિવસોની યાદ અપાવશે જ્યારે, તમે કેટલાક રંગબેરંગી કાગળ, કલર અને ડિઝાઇન વડે ગ્રિટીંગ કાર્ડ બનાવતા હતા.

ડુડલ આ વખતે તમને એવુ જ એક કાર્ડ બનાવવાની યાદ અપાવે છે, પરંતુ હવે ફરક એટલો છે કે કાર્ડ ડિઝિટલ બની ગયા છે.ગુગલે આ વખતના ડુડલ દ્વારા તમને ફાધર્સ ડે પર તમારા પિતા માટે ડિજીટલ કાર્ડ બનાવવાનો અવસર આપ્યો છે. જેવુ તમે ડુડલ પર Âક્લક કરશો તેવુ તમને ગુગલ લેટર્સ જાવા મળશે. તમને એક નાનો વિન્ડો જાવા મળશે. જેમા કાર્ડ બનાવવા માટે કેટલીક ડિઝાઇન જાવા મળશે. તમે કોઇ પણ ડિઝાઇન નક્કી કરીને ખાલી કાર્ડ પર મુકીને બનાવી શકશો. એક વખત પુરૂ કાર્ડ બની જશે ત્યાર બાદ તમે તેને સેન્ડ ઓપશન પર Âક્લક કરીને તેને ઇમેઇલના માધ્યમથી સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા પોતાના પપ્પાને મોકલી શકો છો.તમે અત્યારે જ ડુડલ બનાવીને તમારા પપ્પાને મોકલીને જણાવી શકો છો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.

ઉલ્લેખનીય છે કે, ઇ.સ. ૧૯૦૯મા સોનેરા લુઇશ સ્માર્ટ ડોડ નામની છોકરીએ તેના પિતાના નામે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. સોનેરાએ ૧૯૦૯મા મધર્સ ડેનુ સાંભળ્યુ હતુ અને તેને લાગ્યુ કે પપ્પા માટે પણ એક ખાસ દિવસ હોવો જાઇએ. તેના માટે તેણે એક અરજી દાખલ કરી. તેણે ફાધર્સ ડે માટે યુએસ સુધી કેમ્પેઇન કર્યુ અને પહેલી વાર વર્ષ ૧૯૧૦મા ફાધર્સ ડે મનાવવામા આવ્યો.