દિલ્હી-

ગુગલે ૧૬ ઓગસ્ટ સોમવારનાં રોજ પ્રખ્યાત હિન્દી કવિ સુભદ્ધા કુમારી ચૌહાણને ૧૧૭મી જન્મજયંતી નિમિત્તે ડૂડલ મુકીને સન્માનિત કર્યા. ડૂડલમાં સુભદ્ધા કુમારી ચૌહાણને ધાર પર ભૂરા રંગની પટ્ટીવાળી સફેદ સાડી પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. તે ચિંનતનકારી દંભમાં ચિત્રમાં પેન અને કાગળ પકડતી બતાવવામાં આવી છે.

સુભદ્ધા કુમારી ચૌહાણ દેશની સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભારતનાં પ્રથમ મહિલા આંદોલનકારી તરીકે જાણીતા છે, ગૂગલે તેમની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ બનાવ્યુ જેમાં સુભદ્ધા કુમારી ચૌહાણને ધાર પર ભૂરા રંગની પટ્ટીવાળી સફેદ સાડી પહેરેલા દર્શાવવામાં આવ્યા છે. ડૂડલમાં યુવાન ઝાંસી કી રાણી પણ તેમના સફેદ ધોડા પર બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. જમણી બાજુએ,ચિત્રકારે બેનરો લઈને ઉભેલા સત્યાગ્રહીઓની વિશાળ ભીડને દર્શાવી છે. ૧૯૦૪માં જન્મેલા સુભદ્ધા કુમારી ચૌહાણ અલ્હાબાદ જિલ્લાના હતા, જે હવે ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ તરીકે ઓળખાય છે. શરૂઆતમાં તેમણે અલ્હાબાદની ક્રોસ્ટવેટ ગલ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, અને ૧૯૧૯માં મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૧માં ચૌહાણ મહાત્માં ગાંધીજીની આગેવાની હેઠળના અસહકાર આંદોલનમાં જોડાયા હતા. ૧૯૨૩ અને ૧૯૪૨માં બ્રિટિશરો સામેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ તેમણે બે વખત જેલ પણ થઈ હતી. ચૌહાણના લાખણમાં ભારતીય મહિલાઓના સંઘર્ષો અને મુશ્કેલીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે સમાજમાં ‘લીંગ અને જાતિ ભેદભાવ’ વિશે પણ લખ્યુ છે. આઝાદીની ચળવળ સમયે, ચૌહાણે દેશવાસીઓનુ મનોબળ વધારવા માટે ઘણી કવિતાઓ લખી હતી. સુભદ્ધા કુમારી ચૌહાણ ઝાંસીના રાણી રાણી લક્ષ્મીબાઈ પર લખેલી કવિતા માટે વ્યાપકપણે જાણીતા છે, આ ઉપરાંત તેમની નોંધપાત્ર કૃતિઓમાં ‘ખિલોનેવાલા’, ‘ત્રિધારા’, ‘મુકુલ’, અને ‘યે કદેબ કા પેડ’ શામેલ છે.