બીમારીઓ સામે લડવાનો સૌથી સરળ રસ્તો છે કે, શરીરના મજબૂત અને હેલ્દી બનાવવામાં આવે અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં આવે. જણાવી દઈએ કે, વિટામિન સી, શાકભાજી અને ફળોનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકાય છે. જે વર્તમાન સમયમાં શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાછે. આ જ્યૂસને બનાવવા માટે તમારે આંબળા, આદુ, ફુદીનાના પાન, કોથમીરના પાંદડાની જરુરિયા પડશે.

વિટામિન C થી ભરપૂરઃ

કોથમીર અને ફુદીના પાનામાં વિપુલ પ્રમાણમાં વિટામિન C મળી આવે છે. ફુદીનામાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરનીના ગુણ મળી આવે છે. જે શરદી, ઉધરસમાં થતા બળતરાને ભગાવવામાં મદદ કરે છે. તો સાથે જ કોથમીરની વાત કરવામાં આવે તો, એન્ટી ઓક્સિડેન્ટ મળી આવે છે. કોથમીરના પાંદડાઓમાં ડિટોક્સીફાઈંગ, એન્ટીબૈક્ટીરીયલ અને રોગપ્રતિકારક શક્તિને વધારવાના ઓયલ પણ મળી આવે છે.

આંબળા અને આદુઃ

નિયમિત રીતે આંબળાનો વપરાશ ખાવામાં કરવાથી શરીરમાં સફેદ રક્ત કોશિકાઓની સંખ્યા વધ છે, જેથી શરીરને સંક્રમણ અને બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. આંબળા, આયરન, કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે. તો સાથે જ આદુમાં જિંજરોલ પણ મળી આવે છે. જિંજરોલમાં એનાલ્જેસિક, સેડટિન, એન્ટીપાઈરેટિક અને એન્ટીબેક્ટીરિયલના ગુણ છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આદુ શરદી, ઉધરસ સિવાય બ્લડ શુગરને પણ કંટ્રેલ કરવામાં પણ ખૂબ જ સારુ છે.

જ્યૂસ બનાવાની રીતઃ

આંબળા, આદુ, કોથમીરના પાંદડા, ફુદીનાના પાંદડાને સારી રીતે ધોઈ લો.હવે બધી જ વસ્તુઓને એક સાથે જ્યૂસમાં ભેળવીને જ્યૂસ કાઢી લો.હવે આ જ્યૂસમાં સ્વાદપ્રમાણે મીઠું, મધ અને દળેલુ જીરુ નાખી પી લો.