દિલ્હી-

સીનીયર સીટીઝનો- દિવ્યાંગ સહિતના લોકોને મદદરૂપ થવાના આશયથી સરકારી બેંકોની ડોરસ્ટેપ સર્વિસ સ્કીમ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને લોન્ચ કરી છે. મોબાઈલ એપ, વેબ પોર્ટલ તથા કોલ સેન્ટર મારફત ગ્રાહક ડોર સ્ટેપ સુવિધાનો લાભ લઈ શકશે.

નાણામંત્રાલય દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે દેશભરના 100 શહેરોમાં સર્વિસ પ્રોવાઈડરના ડોરસ્ટેપ બ્રેકીંગ એજન્ટ મારફત આ સુવિધા પુરી પાડવામાં આવશે. પ્રથમ તબકકે ચેક કલેકટ કરવા, ડીમાંડ ડ્રાફટ- પે ઓર્ડર જેવી નોન ફાઈનાન્સીયલ સેવાઓ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓકટોબરથી તમામ પ્રકારની ફાઈનાન્સીયલ (નાણાંકીય) સેવાઓ પણ શરૂ કરાશે. સરકારી બેંકોના ગ્રાહકોને આ સવલતો મળશે અને તે માટે મામૂલી ચાર્જ વસુલવામાં આવશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે આર્થિક રિકવરી તથા ગ્રાહકોના હૃદયસમી બેંકો તરફથી આ સ્કીમ સીમાચિહનરૂપ બનશે. બેંકોને પોતાના મૂળ વ્યવસાય- કારોબારના આત્મનિરીક્ષણની તક મળશે. બેંકોએ પાયામાં તો મૂળ પ્રવૃતિ જ રાખવી પડશે. ગ્રાહકોની થાપણ સુરક્ષિત રાખવી, ધિરાણ કરીને કમાણી કરવાજેવી કાનૂની પ્રવૃતિઓ પાયારૂપ છે. આની સાથોસાથ સરકારી બેંક તરીકે સરકાર દ્વારા જાહેર થતા કલ્યાણકારી કદમ પણ ઉઠાવવા પડશે. સરકાર દ્વારા જાહેર થતી કલ્યાણકારી યોજનાઓ બેંકો મારફત ગ્રાહકો સુધી પહોંચે તે જવાબદારી છે.