દિલ્હી-

ભારતીય સરકારે ચીનની કંપનીઓકે જે ભારતમાં રહીને કામ કરે છે તેની સામે આક્રમક્તાને યથાવત રાખી છે. સરકારે શાઓમી દ્વારા સ્માર્ટફોન માટે બનાવવામાં આવેલા બ્રાઉઝર પર પ્રતિબંધ લગાડી દીધો છે. MI Browser pro વિડિયો ડાઉનલોડ, ફ્રી ફાસ્ટ અને સિક્યોર નામે આપવામાં આવેલી ઓફર સામે સરકારના રૂખ વચ્ચે માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે કંપની આ મુદ્દે વાતચીત કરી રહી છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલું તેના મોબાઈલ સેટની કામગીરી પર કોઈ અસર નહી કરી શકે. મોબાઈલ ધારકો બીજુ કોઈ પણ બ્રાઉઝર ડાઉનલોડ કરી શકે છે. આ સાથે જ સરકારે ચાઈનીઝ એપ્લિકેશન QQ International ને પણ બ્લોક કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શાઓમી સામે કરાયેલી કાર્યવાહી ભારત દ્વારા ચીનની કંપનીઓ વિરૂદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાઓ પૈકીનું એક માનવામાં આવે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આઈટી મંત્રાલયની એક આંતરિક સમિતિ એપ દ્વારા કરવામાં આવેલા સબમિશન પર નજર રાખી રહી છે કેમકે તેમને 70 જેટલા સવાલ પુછીને તેમની સ્થિતિ સ્પસ્ટ કરવા માટે કેહવામાં આવ્યું છે અને તેમને વાતચીતમાં સામેલ પણ પછી જ કરવાનો નિર્ણય લેવાશે.