વડોદરા : રાજ્યની જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા તબીબી અધ્યાપકોને ૨૦૦૮ બઢતી નહીં મળવા બદલ અને સાતમા પગાર પંચના બદલે છઠ્ઠા પગારપંચ મુજબ એનપીએ ચૂકવવામાં આવતાં તેની સામે અસંતોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન માટે આગામી તા.૧૦ મેના રોજ રાજ્યવ્યાપી હડતાળ પર જવાનું એલાન સેન્ટ્રલ કાઉન્સિલે કર્યું છે. જે સંદર્ભે આજે વડોદરા ખાતે મેડિકલ ઓડિટોરિયમ ખાતે મેડિકલ ટીચર એસો.ના સેક્રેટરીની અધ્યક્ષતામાં નિર્ણાયક બેઠક મળી હતી. હાલના તબક્કે વડોદરા મેડિકલ કોલેજમાં ૨૦૦થી વધુ અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે, જ્યારે રાજ્યની અન્ય સરકારી મેડિકલ કોલેજમાં મળી કુલ ૧૭૦૦ તબીબો ફરજ બજાવી રહ્યા છે. આ તબીબી અધ્યાપકોએ કોવિડમાં પણ સેવા નહીં આપવાનો નિર્ણય લેતાં કોરોનાના કપરાકાળમાં સેવા ખોરવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

તાજેતરમાં જુનિયર ડોકટરોએ સ્ટાઈપેન્ડ અને નર્સ્િંાગ સ્ટાફે પગાર મુદ્‌ે હડતાળનું એલાન કરતાં સરકારી તેમની માગણી સ્વીકારી હતી. સેન્ટ્રલ કાઉન્સિલ દ્વારા સરકારે મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ૧૭૦૦ જેટલા આસિ. પ્રોફેસર, એસો. પ્રોફેસર અને પ્રોફેસરોને ૨૦૦૮થી બઢતી અપાઈ નથી અને હાલમાં ૪૦૦ જેટલી જુદી જુદી પોસ્ટ ખાલી છે. આ પોસ્ટ ઉપર બઢતીથી ભરાતી નથી, તેના બદલે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ભરતી કરવામાં આવે છે. તદ્‌ઉપરાંત જીપીએસસીએ જેને માન્યતા આપી નથી તેવા એડ્‌હોકનો ફાલ આવ્યા કરે છે જેથી સરકારના અન્ય વિભાગની જેમ એક વખત જીપીએસસીથી ભરતી કર્યા બાદ વિભાગીય બઢતી આપવા એસો.ની. માગ છે તેમજ તબીબી અધ્યાપકોને સાતમા પગારપંચ પ્રમાણે પગાર મળે છે પરંતુ નોનપ્રેક્ટિસ એલાઉન્સ છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવવામાં આવે છે તેમજ છેલ્લા ત્રણ વર્ષથી એનપીએમાં સુધારો કર્યો નથી.

અગાઉ એનપીએ ૨૫ ટકા મળતું હતું, તે સાતમા પગારપંચમાં ર૦ ટકા કરવામાં આવ્યું છે જેથી રૂા.૩૦ હજાર એનપીએ આપવું જાેઈએ તેના બદલે રૂા.પપ૦૦ ચૂકવવામાં આવી રહ્યું છે વગેરે વિવિધ પડતર મુદ્‌ે સરકારમાં સમયાંતરે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી કોઈ નિર્ણય કે ખુલાસો કરવામાં ન આવતાં સેન્ટ્રલ કાઉન્સિલ દ્વારા મેડિકલ કોલેજના અધ્યાપકોએ આગામી તા.૧૦ મેના રોજથી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે જે સંદર્ભે આજે સયાજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે વડોદરા બ્રાન્ચના તબીબી અધ્યાપકોની નિર્ણાયક બેઠક મળી હતી જેમાં સેન્ટ્રલ કાઉન્સિલ નિર્ણયના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ મેડિકલ ટીચર એસો.ના સેક્રેટરી ડો. વિજયસિંહ રાઠોડે જણાવ્યું હતું.