દિલ્હી-

આગલી વખતે જો તમે કોઈ સરકારી કચેરીમાં જાઓ અને અધિકારી તમને કહે કે તે 5 મિનિટ માટે યોગનો વિરામ લઈ રહ્યો છે, તો નવાઈ પામવાની જરૂર નથી. હકીકતમાં, સરકાર ઇચ્છે છે કે તેમનો સ્ટાફ હવે કામ દરમિયાન ફ્રેશ રહે. તેથી, તમામ સરકારી કર્મચારીઓને એક એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ એપમાં યોગની પદ્ધતિઓ અને ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ એપ આયુષ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે. આ આદેશ સરકારે 2 સપ્ટેમ્બરના રોજ જારી કર્યો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ બે દિવસ પહેલા જારી કરેલા આદેશમાં તમામ મંત્રાલયોને આ એપને પ્રોત્સાહન આપવા કહ્યું છે. આ આદેશમાં લખવામાં આવ્યું છે કે 'ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને Y- ના ઉપયોગને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવે છે.' DoPT એ 2 સપ્ટેમ્બરના રોજ જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, Android આધારિત Y એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ.

આયુષ મંત્રાલયે એક દિવસ પહેલા એક મોટા કાર્યક્રમમાં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેમાં છ મંત્રીઓએ ભાગ લીધો હતો. સમારોહમાં, ડીઓપીટી મંત્રી જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત હતા અને કાયદા મંત્રી કિરેન રિજિજુને વિનંતી કરી હતી કે "કાર્યસ્થળ પર પાંચ મિનિટ યોગા પર કાયદો ઘડે જેથી લોકો તેનો લાભ લઈ શકે".