રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે વડોદરા શહેરમાં ભાજપાની ત્રણ પ્રચારયાત્રાને સંબોધવા આવ્યા હતા. તરસાલી અને સંગમ ખાતેની સભા સંબોધ્યા બાદ છેલ્લે નિઝામપુરા-મહેસાણાનગર ચાર રસ્તા ખાતેની સભા સંબોધી રહ્યા હતા ત્યારે એકાએક તેમનું બીપી લો થતાં ચક્કર આવી ગયા હતા અને મંચ ઉપર જ ઢળી પડ્યા હતા. તેમને સુરક્ષા અધિકારીઓએ તરત જ ટેકો આપ્યો હતો. ગણતરીની મિનિટમાં સ્વસ્થ થતાં સીધા જ એરપોર્ટ હંકારી ગયા હતા.