દિલ્હી-

કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતા ફંડોમાં રોકાણ કરતા પહેલા સામાન્ય રોકાણકારે ચેતવું પડશે, એમ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ એક માર્ગદર્શિકામાં કહેવાયું છે. થોડો સમય પહેલા ફ્રેન્કલિન ટેમ્પલ્ટન કંપનીના મ્યુચ્યુઅલ ફંડોના કેસમાં સામાન્ય રોકાણકારોએ જે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે, તેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય રોકાણકારોને પણ સાવધાન કરાયા છે. 

કેન્દ્ર દ્વારા કહેવાયું છે કે, કેટલીક ફંડ કંપનીઓ નિયમોની ઐસીતૈસી કરીને લોકો પાસેથી નાણાં ઉઘરાવતા હોય છે. આવી કંપનીઓમાં નાણાં રોકતા પહેલાં લોકોએ ચેતવું પડશે. 2013 અને 2014ના કંપની અધિનિયમ મુજબ, ફંડ કંપનીઓએ એનડીએચ-4 ફોર્મ ભરવાનું હોય છે અને તેની ચકાસણી કરાયા બાદ મંજૂરી મળ્યે તેઓ ફંડમાં રોકાણ મેળવી શકે છે. જો કે, અનેક કંપનીઓ આવી કોઈ મંજૂરી નથી મેળવતી, અને તેને પગલે લાંબાગાળે આવી કંપનીઓ મુશ્કેલીમાં મૂકાય ત્યારે તેમની સામે પગલાં લેવામાં મદદ મળતી નથી અને લોકોના નાણાં ફસાય એવી શક્યતાઓ વધી જાય છે.