અમદાવાદ, અમદાવાદમાં રખડતાં ઢોરની સમસ્યા દૂર થવાના સંકેત મળી રહ્યાં છે. રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માત્ર ઝડપથી કાયદો લવાશુ તેવી સરકારે હાઇકોર્ટ સમક્ષરજૂઆત કરી છે. આ અંગે મુસદ્દો પણ બની ગયો હોવાની જાણ પણ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોર તથા તેમના માલિકો દ્વારા યોગ્ય રીતે જાળવણી ના થતી હોવાના દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જે મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ પોતાની વાત રજૂ કરી છે. શહેરમાં માથાના દુખાવો સાબિત થઇ રહેલી રખડતાં ઢોરની સમસ્યાને કારણે ત્રસ્ત થઇને વધુ એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. એડવોકેટ નિલય પટેલ દ્વારા પાર્ટી ઇનપર્સન તરીકે કરવામાં આવેલી અરજીમાં રખડતા ઢોરના કારણે ઉભી થતી સમસ્યાની સાથે-સાથે જાહેરમાં તેમને છોડી મૂકવામાં આવતા બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જાેખમકારક સાબિત થાય છે. ન માત્ર તે પશુઓ પરંતુ તેના દૂધ થકી લોકો માટે પણ તે હાનિકારક સાબિત થઈ શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.પશુઓ બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે’ધ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ ધ એનિમલ એક્ટ’, પ્રમાણે કેટલાંક પશુ માલિકો દ્વારા ગાયો માટે આહાર પાણી તથા રહેવાની વ્યવસ્થા પણ ન કરવામાં આવતી હોવાની રજૂઆત અરજદારે કરી છે. આ ઉપરાંત પશુ માલિકો ઘણીવાર તેને ચડવા માટે છૂટા મૂકી દે છે. જેથી અકસ્માત થવાની સમસ્યા પણ અવારનવાર જાેવા મળી રહી છે. જેના કારણે તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને પ્લાસ્ટિક ખાય છે.હાઈકોર્ટે રાજ્ય સરકાર,છસ્ઝ્ર,છેંડ્ઢછને નોટિસ ફટકારીઆ મામલે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાને નોટિસ પાઠવી છે. ઉપરાંત આ અરજીને મુખ્ય ન્યાયધીશની બેન્ચ સમક્ષ ચાલી રહેલી આ બાબતની કન્ટેમ્પ્ટ અરજી સાથે જાેડી છે. જેથી આ બન્ને અરજીની સુનાવણી એકી સાથે કરાશે.રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા સરકાર કાયદો લાવશેસુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં રાજ્ય સરકાર રખડતા ઢોર ત્રાસને દૂર કરવા માટે ખાસ કાયદો લાવી રહી છે. તેની સમીક્ષા બાદ ટૂંકા સમય તે પસાર કરવામાં આવશે.