અયોધ્યા-

રામનગરીમાં ઘરે ઘરે દીપોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર ભૂમિપૂજન પ્રસંગે અયોધ્યાના તમામ મઠો અને મંદિરો દીવડાના પ્રકાશથી ઝગમગતા જોવા મળશે. અયોધ્યા એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ જન્મભૂમિ પરિસર નજીક હેલિપેડ પર ઉતરશે. તેમના સ્વાગતમાં રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે.

5 ઓગસ્ટ અયોધ્યા માટેનો સુવર્ણ દિવસ છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાની પુનર્સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદી ચાંદીના 5 પત્થરો સાથે 32 સેકન્ડમાં અયોધ્યા માટે નવો ઇતિહાસ બનાવશે. જ્યારે તેઓ રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 500 વર્ષના લાંબા સંઘર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે.તેવામાં અયોધ્યાવાસીઓ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી રામ મંદિર ભૂમિ પૂજનના ઉત્સવને ઉજવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રામ નગરીના બધાં પ્રવેશદ્વાર પર વિભિન્ન રંગોની કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે.