વલસાડ, તા.૬  

ખેરગામ ના લહેરકા ફળિયા માં આવેલ ખેતર માં રમણભાઈ જેસિંગભાઈ ૫ ઓગસ્ટ ના રોજ તેમના ખેતર માં ડાંગર ની રોપણી કરી હતી. તેજ દિવસે રાત ના ૮ઃ૩૦ વાગ્યા ના સુમારે ખેરગામ જીઆરડીમાં ફરજ બજાવતો રમણભાઈ ના ભાઈ નો છોકરો ચિરાગભાઈ રતિલાલપટેલ અને તેની માતા સંગીતાબેન, રમણ ભાઈ ની ઘરે જઈ ખેતર માં ડાંગર રોપવા બાબતે બબાલ કરી હતી દારૂપી ને આવેલ ચિરાગ ભાઈ એ રમણ ભાઈને અસ્લીલ ગાળો આપી ખેતર માં આવશે તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

રમણભાઈ એ સોલિયા ભાઈ મંગાભાઈ આહીરપાસે લહેરકા ફળિયા ખાતે ની જમીન વેચાણ માં લીધી હતી.ત્યારબાદ જમીનપર તેવો ખેતી કરતા આવ્યા છે.પરંતુ છેલ્લા બે વર્ષ થી રમણભાઈ ને તેમના પોતાના ભાઈ અને તેમનોપરિવાર ખેતી કરવા માં વિઘ્ન રૂપી બન્યા હતા જે બાબત થી ત્રાસી જઇ રમણ ભાઈ એ અગાઉ ખેરગામપોલીસ મથકે અરજી કરતા મામલો ગરમાયો હતો.જમાદાર દેવાભાઈ એ રતિલાલ જેસિંગભાઈને પોલીસ મથકે બોલાવી સત્યતા જાણી હતીપોલીસમથકે કાયદાકીયપગલાં થી ગભરાઈ ગયેલ રતિલાલ ભાઈ એપોતા ની ભૂલ માની હવેપછી રમણ ભાઈ ની ખેતી માં વિઘ્ન ન કરવા બાંહેધરી આપતા મામલો રફે દફે થયો હતો રતિલાલ ભાઈ એ રમણભાઈ ના ખેતર માં તરું નાખી દીધેલ હોવા થી તરૂ ન બગડે અને તરું ઉખેડી લીધા બાદ ખેતર માં કોઈ હક ન જતાવવા ની બાંહેધરી આપતા રમણભાઈપણ રાજી થયા હતા રાતલાલે તરું ઉખેડી લીધા બાદ ૫ ઓગસ્ટ ના રોજ રમણ ભાઈ તેમના ખેતર માં ડાંગર ની રોપી આવ્યા હતા.