ગાંધીનગર-

દેશમાં કોરોનાની સ્થિતિમાં એમ્બ્યુલન્સથી લઇ સારવારમાં વપરાતી દવાઓ તથા ટેસ્ટીંગ કીટ અને સેનીટાઇઝર સહિતની આવશ્યક ચીજો ઉપરનો જીએસટી દર મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં મળેલ જીએસટીની કાઉન્સીલની બેઠકમાં લેવાયેલ નિર્ણયની ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. જોકે વેકસીન પરનો ટેકસ યથાવત રહ્યો છે પરંતુ રેમડેસીવીર ઇન્જેકશન, એમ્બ્યુલન્સ, ઓકસીમીટર, સેનીટાઇઝર સહિતની દવાઓનો ટેકસ ઘટાડાયો છે એટલું જ નહીં કોરોનાને બ્લેક ફંગસમાં વપરાતી દવાઓની મોટી યાદી નાણામંત્રાલયને મોકલવામાં આવી છે. નાણામંત્રીની જાહેરાત મુજબ. ટોસીલીઝુમેબ ઇંજેક્શન પર જીસેસટી માફ ઇંફ્ઓટીરીસીન બી ઇંજેક્શન જીએસટી ફ્રી થયુ. કોરોનામાં ઉપયોગમાં લેવામાં આવતી મશીનરી, દવાઓ અને અન્ય ઉપયોગી સાધનોમાં GSTના સુધારા કરવામાં આવ્યા. તેમજ અગ્નિસંસ્કાર માટે ઇલેકટ્રિક ભઠ્ઠીના સાધનોમાં 18 ટકા GST લાગતો હતો તેમાં હવે 5 ટકા GST લાગશે. સોમવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. તેમજ સપ્ટેમ્બર આખર સુધી જ આ ઘટાડો લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત જો સંક્રમણ વધશે તો કાઉન્સિલ સમય મર્યાદામાં વધારો કરશે.