દિલ્હી-

કોરોનાકાળ બાદ આવતીકાલે પ્રથમ વખત જીએસટી કાઉન્સીલની બેઠક રૂબરૂ મળશે તેમાં ટેકસટાઈલ્સ, ખાતર તથા ફૂટવેર જેવા ક્ષેત્રોમાં ટેકસ વિસંગતતા ઉપરાંત પેટ્રોલીયમ ચીજોને જીએસટી માળખામાં આવરી લેવા વિશે ચર્ચા શકય છે.

જીએસટી કાઉન્સીલની બેઠક લખનૌમાં યોજાવાની છે. કોરોના મહામારીમાં પ્રથમવાર રૂબરૂ મળશે રાજયોને 14 ટકાના ટેકસ વળતરની અવધિ, જુન-2022 માં ખત્મ થાય છે તે લંબાવવાની માંગ ઉઠી શકે છે. આ ઉપરાંત પેટ્રોલીયમ ચીજોને જીએસટીમાં સામે કરવાની ચર્ચા થઈ શકે છે કેન્દ્ર તથા રાજયો બન્ને માટે પેટ્રોલીયમ પરનો ટેકસ ટંકશાળ છે એટલે તેને જીએસટીમાં સામેલ કરાય તો આવક ઘટવાનું જોખમ છે. પેટ્રોલ-ડીઝલના બદલે વિમાની ઈંધણ તથા કુદરતી ગેસનો સમાવેશ કરવાની દરખાસ્ત થાય તો મોટો વિરોધ થાય તેમ નથી. સુત્રોએ કહ્યું કે ટેકસટાઈલ્સ ખાતર અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં અનેક ચીજોમાં કાચામાલ અને તૈયાર માલ કરભારણમાં મોટી વિસંગતતા છે તે ઉકેલવા માટે નિર્ણાયક ચર્ચા થવાની શકયતા છે.