અમદાવાદ-

કોરોનાના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ તો અટવાઇ પડ્યો હતો સાથે પરીક્ષાઓ પણ અટવાઈ હતી. જેથી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓએ અંતિમ વર્ષ સિવાય વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવમાં આવ્યા હતા. પરંતુ જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી અને તેઓએ પરીક્ષા આપવી છે તો તે માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ખાસ આયોજન કર્યું છે. GTU એવી પહેલી યુનિવર્સિટી બની છે કે જેણે માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા યોજી છે.

ચાલુ વર્ષે કોવિડની પરિસ્થિતિના કારણે યુ.જી.સીની ગાઇડલાઇન મુજબ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સિવાય માસ પ્રમોશન આપવામાં આવ્યા. જે સંદર્ભે જીટીયુના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને તેમના અગાઉના વર્ષના પરિણામને ધ્યાને લઇ મેરીટ મુજબ આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે GTUએ મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેમને પરીક્ષા યોજી તેમનું પરિણામ સુધારવાની તક આપી છે. જે માટે આગામી 26મી ઓકટોબર પરીક્ષા યોજાશે. જેમાં સૌથી રસપ્રદ અને મહત્વની વાત એ છે કે માત્ર 600 જેટલા વિદ્યાર્થીઓએ જ આ પરીક્ષા આપવા માટે રસ દાખવ્યો છેય જિલ્લા પ્રમાણે 32 કેન્દ્ર પર આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના વિકાસ કાર્યોનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે જીટીયુએ અંતિમ વર્ષના વિદ્યાથીઓની પરીક્ષા લીધી હતી. GTUના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે ગુજરાતમાં GTU એવી પહેલી યુનિવર્સિટી છે કે જેણે માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓની ચિંતા કરી છે અને તેમને તેમનું રિઝલ્ટ સુધારવાની તક આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતે ઇચ્છી રહ્યા છે અને તેઓ વધુ સારા માર્કસ મેળવી શકશે તેવો તેમને વિશ્વાસ છે. કોરોના ના કારણે એકથી સાત સેમેસ્ટરના ડિગ્રી એન્જિનિયરિંગમાં 2 લાખ 60 હજાર અને ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 લાખ 71 હજાર વિદ્યાર્થીઓને માસ મેરીટ બેઝ પ્રમોશન આપ્યું હતું. એટલે કે અંદાજે 5 લાખથી વધારે વિદ્યાર્થીઓમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા તૈયારી દર્શાવી છે. જેમાં 400 ડિગ્રી અને 200 ડિપ્લોમા એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની તૈયારી બતાવી છે તો એ પ્રમાણે તેમની પરીક્ષા લેવી આવશ્યક છે. 

મહત્વનું છે કે રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષ સિવાયના વર્ષમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે GTU દ્વારા વિદ્યાર્થીઓને કમિટમેન્ટ કરાયું હતું કે માસ પ્રમોશન વાળા વિદ્યાર્થીઓ ઇચ્છશે તો તેમની પણ પરીક્ષા લેવાશે. અને તે પ્રમાણે જ આ આયોજન કરાયું છે.