અમદાવાદ-

રાજ્યની આઠ બેઠકો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે આવશે અને 81 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. કોરોના રોગચાળા વચ્ચે પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. આજે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠ બેઠકો મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યાથી તમામ જિલ્લાનાં મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક મતગણતરીમાં ભાજપ સાત બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહ્યો છે.મતગણતરી માટે કોરોનાને લઈને મતગણતરી કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. ત્રીજી નવેમ્બરે રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજવામાં આવ્યું હતું.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી

મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ

ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા

કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા

ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી

કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા

ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત

લીમડી બેઠક પર ભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર