ગાંધીનગર-

કમલમ પર 12 વાગે વિજય મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 12 વાગે કમલમ આવશે. કમલમ આવતા પહેલા બંન્ને વચ્ચે બેઠક થશે. તો બીજી તરફ, કોંગ્રેસ ભવન ખાતે સન્નાટો છવાયો છે. સવારથી બપોર સુધી એકપણ નેતા કે પદાધિકારી કોંગ્રેસ ભવન, પાલડી ખાતે દેખાયા નથી.

11 વાગ્યા સુધીના પરિણામ 

ભાજપને 54.33 ટકા વોટ શેર મળ્યો છે. તો કોંગ્રેસને 34.19 ટકા મત મળ્યા છે. લીંબડી અને ડાંગ બેઠક પર ભાજપનું વાવાઝોડું ફૂંકાયું, લીંબડીમાં ભાજપના ઉમેદવાર 15 હજાર વોટથી આગળ, તો ડાંગમાં વિજય પટેલ 11 હજારની લીડ સાથે આગળ વધી રહ્યાં છે. લીંબડીમાં 12 મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણા 15,555 મતથી આગળ ચાલી રહ્યા છે. તો ડાંગ બેઠક પર 8 રાઉન્ડના અંતે ભાજપને 20152 મત મળ્યા છે. તો કોંગ્રેસને 7567 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલ 12585 મતથી આગળ ચાલે છે. 

અબડાસા ભાજપ (આગળ) 

મોરબી ભાજપ (આગળ)

ધારી ભાજપ (આગળ)

ગઢડા ભાજપ (આગળ)

કપરાડા ભાજપ (આગળ)

ડાંગ ભાજપ (આગળ)

લીંબડી ભાજપ (આગળ)

કરજણ ભાજપ (આગળ