અમદાવાદ-

રાજ્યમાં એક પછી એક મોટા ગુનાઓના આરોપી પોલીસના સકંજામાં આવતા જાય છે, ત્યારે અમદાવાદ જૂહાપુરાના ફાયરિંગ, હત્યાનો આરોપી અને કુખ્યાત અઝહર ઇસ્માઇલ શેખ ઉર્ફ અઝહર કીટલીની રવિવારે મોડી રાત્રે ગુજરાત ATSની ટીમે ભરૂચમાંથી ધરપકડ કરી લીધી છે. પોલીસને અઝહર પાસેથી બે પિસ્ટલ પણ પોલીસે કબ્જે કરી છે. ગુજરાત એટીએસે અઝહર કીટલીની પુછપરછ કરી હતી, જેમાં મોટા ખુલાસાઓ પણ થયા હોવાની વાત સામે આવી છે.

અગાઉ અઝહર ઈસ્માઈલ શેખ ઉર્ફે અઝહર કીટલીએ એક વેપારી પાસેથી દોઢ કરોડની લૂંટ કરી હતી. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અઝહર પર ખંડણી, હત્યાના પ્રયાસના ગુના નોંધાયેલા છે. અઝહર અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલો કરી ચુક્યો છે. એટલું જ નહીં, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કર્યો છે. અઝહર મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર મનિયા સુરવે જેવી પોતાની ધાક જમાવવા માંગતો હતો.

ગુજરાત છ્‌જીની ટીમે ભરૂચમાંથી અઝહરની ધરપકડ કર્યા બાદ તેની પુછપરછ કરી હતી. જેમાં અનેક મોટા ખુલાસાઓ થયા હોવાની વાત સામે આવી છે. અઝહર વિશે બાતમી મળી હતી કે જૂહાપુરામાં ત્રણેક વર્ષ અગાઉ ગોળીબાર કરી ફરાર થયેલો કુખ્યાત અઝહર કીટલી હાલ ભરૂચમાં છે અને તે બે પિસ્ટલ લઇને ફરે છે. ટૂંક સમયમાં જ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા ભરૂચ પહોંચ્યો છે, જેના આધારે ગુજરાત છ્‌જીએ તેને ઝડપી પાડવામાં આવ્યો છે. રવિવારે બપોર સુધીમાં ગુજરાત છ્‌જીની ટીમ ભરૂચ પહોંચી ગઇ હતી અને ત્યાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી મોડી સાંજે અઝહર કીટલીને ઝડપી પાડ્યો હતો. ભરૂચમાં જ એટીએસની ટીમે અઝહરની પ્રાથમિક પુછપરછ કરી હતી જ્યાં તેણે થોડા સમય પહેલા કરેલી લૂંટની કબૂલાત કરી હતી. જાે કે, તે લૂંટમાં હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ ન હોતી. જાે કે, મંગળવારે બપોર સુધીમાં ફરિયાદીને સમજાવીને ફરિયાદ નોંધવા પ્રયાસ કરાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતુ.