અમદાવાદ, ગુજરાત એ ટી એસ એ ઓઇલ ચોરી કરતી ગેંગના ૪ સભ્યોની ધરપકડ કરવામા આવી છે. અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર સંદીપ ગુપ્તાની મુંબઈ ઍરપોર્ટ પરથી ગુજરાત ટ્ઠંજ એ ધરપકદ કરી હતી. આ સંદીપની પૂછપરછ કરતા અત્યાર સુધી મા તેને ગુજરાત રાજસ્થાન અને હરિયાણા મા અલગ અલગ જિલ્લા માં થઇ ને ૧૦ વર્ષમા ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપિયાનું ઓઇલ ચોરી કર્યું છે. સંદીપ ગુપ્તા જે પોતે બળેલા ઓઈલનો ધંધો કરતો હતો અમે તેના પિતા જેમનો દિલ્હી મા પેટ્રોલપમ્પ ચલાવે છે. ૨૦૦૭થી ધંધા અર્થે મળેલા મહોમદ વસીમ કુરેશી જે યુ.પી નો રહેવાસી છે ત્યારે નિશાંત કરણીક બરોડાનો અને મુનિશ ગુર્જર રાજસ્થાનનો રહેવાસી છે. આ ૪ સભ્યો મળીને જે રાજસ્થાન અને હરિયાણા થી ઓઇલ ની પાઇપમા ભંગાણ કરી ને ઓઇલ ચોરી કરતા હતા

જાે સમગ્ર ચોરીની વાત કરવામા આવે તો આ ૪ આરોપી ભેગા મળીને જ્યાથી પણ ઓઇલની  પાઇપલાઇન નીકળતી હોય ત્યાંના એક કિલોમીટરના એરિઆમા ખેતર ભાડે રાખી તેમાં પતરાનો શેડ બનાવી ફેક્ટરીનો આકાર આપતા ત્યારબાદ સુરંગ બનાવી પાઇપલાઇનમા ભંગાણ કરી બીજી પાઈપલાઈન થી ટેન્કર ભરી અને હેરાફેરી કરતા હતા. સંદીપ અગાઉ જૂનું ઓઇલ મુનિશ અને નિશાંત પાસે થી ખરીડતો હતો અને નિશાંત અને મુનિશ આ ઓઇલ દક્ષિણ ગુજરારના  વિસ્તારના વેપારીઓ પાસેથી ત્યારબાદ સંદીપ આ ઓઇલ ડામર બનાવતા એકમો ને સપ્લાય કરતો હતો. આ ૪એ આરોપી અલગ અલગ જિલ્લામાંમા અલગ અલગ ગુનામા પકડાયા છે અને જમીન પર છૂટી નાસ્તા ફરતા હતા. સંદીપએ આ ગુનામાં વપરેલા ટેન્કર જે પહેલા ભાડે થી વાપરતા હતા અને પછી જુના અને ખરાબ હાલતમા હોય તેમને બીજા રાજ્યોમાં પાસિંગ કરાવી મોડિફાઇડ કરી કલર કરાવી અને વાપરતો હતો

સંદીપ અને મુનિશ અને મહોમ્મદ કુરેશી ૨૦૦૭થી એક બીજા ને ઓળખે છે જેમાં હરિયાણા રાજ્યના સોનીપત જિલ્લાના ગોહના પોલીસ સ્ટેશનના ગુનામાં ૩એ આરોપી સાથે હતા તો ૨૦૦૮ માં પણ સોનીપતમા એક ગુનામાં ૩એ આરોપી સાથે હતા તો ૨૦૦૯ માં હરિયાણા ના ઝજ્જર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પણ તેઓ આજ ગુનામાં સાથે હતા તો બીજી તરફ નિશાંત સંદીપ ગુપ્તાને ૨૦૦૮થી ઓળખતો હતો જાેકે ૪ એ આરોપીઓ ભેગા મળીને વાંકાનેર પોલીસ સ્ટેશન ની હદમાં ઓઇલ ચોરીની પાઈપલાઈનમા ભંગાણ કરીને ઓઇલ ચોરી કર્યું હતું અને નિશાંત એ સંદીપને ઘણા ગુનામાં મદદ પણ કરી છે. નિશાંત ૨૦૨૦ માં વેસ્ટ બંગાળના આસનસોલ પોલીસ સ્ટેશન માં ઓઇલ ચોરી કરતા પકડાયો હતો. આ ટોળકીએ આ તમામ ઓઇલ અલગ અલગ રાજ્યોમાં ડામર બનાવતા એકમો એ વેચ્યું હતુ એ એટીએસ ની તાપસ માં ખુલ્યું છે સંદીપને ગુજરાત એટીએસ એ દુબઇ થી મુંબઇ આવતા એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે. તો નિશાંત વકાનરે ગુનામાં પકડાયેલ હોઈ તે જામીન પર ફરતો હતો ત્યારબાદ તેને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલવામાં આવ્યો હતો પાસામા થી છૂટતા તેને એટીએસ એ દબોચી લીધો હતો.

આરોપીની મોડસ ઓપરેન્ડી શું

આરોપીઓ ભેગા મળીને અલગ અલગ રાજ્યોમાં જ્યા પણ  પાઇપલાઇન હોય ત્યાં એક કિલોમીટર દૂર ખેતર ભાડે રાખી તેમાં પતરાં ના શેડ મારફતે ફેકટરી બનાવી એમાં સુરંગ બનવતા ત્યાર બાદ તેઓ પાઇપલાઇન મા પંચર કરી બીજી પાઇપ જાેડી ઓઇલ નીકળતા હતા અને તે ઓઇલ ટેન્કર મારફતે હેરાફેરી કરતા હતા.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

સંદીપ ગુપ્તા મૂળ દિલ્હીનો રહેવાસી છે જ્યારે મહોમદ કુરેશી યુ.પી અને મુનિશ ગુર્જર તથા નિશાંત ગુજરાતના રહેવાસી છે . આ ૪એ આરોપીઓ ૨૦૦૮થી એક બીજા ને ઓળખે છે અને એક બીજા ને મદદ કરી અને ઓઇલ ચોરીનું કૌભાંડ આચરતા હતા. જાેકે આ આરોપીઓ હરિયાણા રાજસ્થાન અને ગુજરાત ના અલગ અલગ જિલ્લામાં પોલીસ પકડ મા આવી ગયા છે.