અમદાવાદ-

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરિત છે. વર્ષ 1996ના મહેસામા આર્મ્સ હોલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ ઝારખંડના જમશેદપુરથી તેની ધરપકડ કરી છે. 1996ના કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો છે. ઝડપાયેલો આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સક્રિય હતો. ડિસેમ્બર 1996 માં ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા હતા. ત્યાર બાદથી માજીદ બેંગકોક ગયો હતો. ત્યાંથી પટનાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો. 1999 સુધી તે બેંગકોકમાં રહ્યો હતો. પોરબંદરના મમુમિયા સાથે સંપર્ક બનતા સ્મગલિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો. 

એટીએસએ માહિતી આપી કે, 1997ના પ્રજાસત્તાક દિવસે બ્લાસ્ટ કરવા માટે દાઉદ દ્વારા ચાઈના અને પાકિસ્તાન બનાવટના હથિયારો મોકલવામાં આવ્યા હતા. 23 નવેમ્બર, 1996ના રોજ મહેસાણા ખાતેથી ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. મહંમદ ફઝલ, ત્યાર બદ કુરેશ શકીલ અને કુરેશી અનવર પકડાયો હતો. તેઓની પૂછપરછમાં દાઉદ, અબુ સાલેમ, અબ્દુલ મજીદની સંડોવણી બહાર આવી હતી. જેના અનુસંધાને તપાસની ચાર્જશીટ બાદ ધરપકડ વોરન્ટ દાખલ કરવામાં આવ્યા હતા. તમામ ગેંગસ્ટર સાથે માજિદની અંગત ઓળખ છે. તે લાંબા સમયથી તે લોકો માટે ગેરકાયદેસર કામ કરતો હતો.