અમદાવાદ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા વર્ષોથી પાર્ટીને વફાદાર રહેનારા કાર્યકર્તાઓની અવગણના કરી ટિકિટ ન ફાળવતા કાર્યકર્તાઓમાં નારાજગી સાથે રોષ જાેવા મળી રહ્યા છે. પાટણ કોંગ્રેસમાં ટિકીટ મુદ્દે અસંતોષમાં રાજીનામું પડ્યું છે. પૂર્વ એમએલએ કેશાજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. તેમણે એમએલએ કિરીટ પટેલ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. અંગત કામોમાં ગ્રાન્ટ વાપરવાનો આક્ષેપે ખળભળાટ મચાવી દીધો છે. કેશાજી ઠાકોરનું રાજીનામુ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉચ્ચ નેતાઓનો કોંગ્રેસ છોડીને જવાનો દોર યથાવત રહ્યો છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વમંત્રી કેશાજી શંકરજી ઠાકોરે કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારની ગ્રાન્ટને પોતાના અંગત કામોમાં વાપરવાનો ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ટિકિટો નહીં મળતાં કાર્યકર્તાઓમાં નારાજગી જાેવા મળી રહી છે ત્યારે પાટણ જિલ્લા પંચાયતની બેઠક ઉપર ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ નહીં અપાતા નારાજ બનેલા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કેશાજી શંકરજી ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં પોતાનું કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું ધરી દેતાં કોંગ્રેસ પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

કેશાજી શંકરજી ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં આપેલા પોતાના રાજીનામા પાટણના ધારાસભ્ય દ્વારા પોતાની મનમાની ચલાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતના પોતાના મળતીયા ઉમેદવારોને ટિકિટ આપી કોંગ્રેસના વફાદાર કાર્યકરોની અવગણના કરી હોવાનો આક્ષેપ કર્યો છે.ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કેશાજી શંકરજી ઠાકોર દ્વારા કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું આપવાની બાબતને લઈ કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામી છે.