અમદાવાદ-

આંદોલનના સમર્થનમાં ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા મથકે પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. 4 ડિસેમ્બરના કોંગ્રેસ જિલ્લા સ્તરે પ્રદર્શન યોજશે. નોંધનીય છે કે નવા 3 કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસનું ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ તમામ જિલ્લા મથકે ધરણા કરશે. ખેડૂતોએ પોતાનું આકરું વલણ દર્શાવતા કહ્યું છે કે જો તેમની માંગ પુરી કરવામાં ન આવી તો દિલ્લીમાં આવશ્યક વસ્તુઓની અછત શકે છે. આ મુદ્દે જીંદ ખાપ પંચાયતે સરકારને ચેતવણી આપી છે. કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ગતરોજ સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં સરકારે સમિતિની રચના કરવાની વાત કરી હતી. આવામાં હવે પંજાબ અને હરિયાણાના મોટી સંખ્યામાં ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે, જેથી અહીં હાજર ખેડૂતોને સમર્થન મળી શકે અને બીજી તરફ સરકાર પણ સક્રિય દેખાઈ રહી છે. ખેડૂતોએ કૃષિ કાયદાઓ રદ કરવાની તેમની માંગને લઇને પોતાનું આકરું વલણ દર્શાવ્યું છે. હવે તેમને ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે.