વડગામ,તા.૨ 

ગુરુ બ્રાહ્મણ સમાજ દ્રારા રાજ્યવ્યાપી નિઃશુલ્ક ચોપડા વિતરણ અભિયાન શરૂ કરાયું છે. જેનો પ્રારંભ પાલનપુરથી કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ગુરૂ બ્રાહ્મણ સમાજના જરૂરિયાતમંદ બાળકો ઘરે બેઠા જ શાળાનું હાૅમ લર્નીગ કરી શકે તે માટે ૬૫૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુરુબ્રાહ્મણ સમાજ દ્રારા સમાજના વિદ્યાર્થીઓ ચોપડાના અભાવે હોમ લર્નીગ અભ્યાસથી વંચિત રહી ન જાય તે માટે રાજ્ય કક્ષાએ સમાજ ના વિદ્યાર્થીઓ ને નિઃશુલ્ક ચોપડા વિતરણ નું અભિયાન શરૂ કરવા માં આવ્યું છે જેમાં પાલનપુરમા ગુરુ બ્રાહ્મણ સમાજના મંગલમ વિદ્યા સંકુલ ખાતે સરકારના ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમભાઈ ગેડિયાની ઉપસ્થિતમાં ચોપડા વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજના પ્રમુખ જયંતિભાઈ શ્રીમાળી, મહામંત્રી સી.એન.જોષી, ખજાનચી ભગવતીપ્રસાદ ગોડ,દાંતા રાજુભાઇ મહારાજ વલસાડ,નિવૃત માહિતી નિયામક ભાનુભાઈ દવે,બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ અરવિંદભાઈ ચોરાસિયા, કારોબારી સભ્યો સહિતના આગેવાનો અને સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.