અમદાવાદ-

પાટીદાર અનામત આંદોલનને સુરતમાં વેગ આપનાર અલ્પેશ કથીરિયા આજે જેલ મુક્ત થયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે અલ્પેશને જામીન આપવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયા જેલમાં બંધ હતા. જેમાં આજે હાઈકોર્ટે જમીન આપતા સુરતમાં અને પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં " ગબ્બર ઈઝ બેક" ની પોસ્ટ કરવામાં આવી રહી છે. આપલેશ કથીરિયાને જામીન મળતા સુરતમાં માહોલ ગરમાયો છે. જોકે અગાઉ આ કેસમાં સેશન કોર્ટે 10 જેટલા લોકોને જામીન આપ્યા છે.

પાટીદાર અનામત આંદોલનમાં સુરતનો ચહેરો બનેલા અલ્પેશ કથીરિયાને આજે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. આજે જેલમાં બીડું પહોચી જશે તો અલ્પેશ આવતીકાલે જેલમાં થી બહાર નીકળશે અને જો નહીં પહોચે તો તેમણે 15 એપ્રિલના રોજ તેમણે જેલ મુક્ત કરશે. જોકે અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને અનામત આંદોલન નો સુરતનો સક્રિય ચહેરો હતા. અલ્પેશ કથીરિયાના સાથે રહેલા કેટલાક કાર્યકરો આપમાં જોડાયા છે. જોકે જેલ મુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા આપનો ચહેરો બની શકે તેવી પણ શ્કયતા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ અનામત આંદોલનનો મજબૂત ચહેરો અલ્પેશ ને જોવામાં આવી રહ્યો છે

સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં વેલાંજામાં અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં 50 જેટલા કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી જેમાં બી ટી એસના કાર્યકરોએ આ રેલીનો વિડીયો ઉતાર્યો હતો. જેથી પાસ અને બી ટી એસના કાર્યકરો સાથે માથાકૂટ થતાં અભદ્ર ગાળો બોલી હતી અને માર માર્યો હતો અને લૂંટ કરી હોવાની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોધાયો હતો અને એટ્રોસીટીનિ ફરિયાદ પણ ઉમેરવામાં આવી હતી જેમાં પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.

પાટીદાર અનામત આંદોલનને ફરી વેગ આપવામાં આવશે: દિનેશ બામણીયા

પાટીદાર અનામત આંદોલનનો થોડા કેટલા સમયથી શાંત થઈ ગયું છે. આજે અલ્પેશ કથીરિયાને જામીન આપવામાં આવ્યા છે જેને લઈને દિનેશ બામણિયાએ જણાવ્યુ હતું કે અલ્પેશ જેલ બહાર આવશે તે પછી સામાજિક કામો બાકી છે તે કરવામાં આવશે. આ ઉપરાંત અમે પૂરા ગુજરાતમાં ભ્રમણ કરીશું અને સરકારએ જે અમારા કામો નથી જેમાં પાટીદાર ભાઈઓ પર આંદોલનના કેસો પરત નથી ખેંચ્યા, આંદોલનમાં શહિદ થયા છે તે લોકોને સરકારી નોકરી આપી નથી અને પૂંજ કમિશનનો રિપોર્ટ હજી આવ્યો નથી જે આપવામાં આવે આ અમારી માંગણીઓ છે અને બાકીના કામો અને આગામી રણનીતિ અલ્પેશ બહાર આવે પછી બેઠક બાદ નક્કી કરવામાં આવશે.